...આજ ર૮માં વર્ષમાં પહેલું પગલું...!!!
.
બાળકથી લઈને આજ બાપ બનવા તલક ઘણું બધું કુદરતે આપ્યું છે... પાછું પણ લઈ લીધું છે...!!! પણ ક્યારેય ના લીધું, કે કુદરત પણ હવે ફરી છીનવી નહીં શકે તાઉમ્ર...એ પરિબળ હોય તો એ છે... 'ભાવ...!!! ભાવ હયાતીમાં હાજરી નોંધાવાનો, ભાવ સુખમાં આનંદથી ઝુમી લેવાનો, ભાવ...ખરાબ સમયમાં ઓતરાઈ જાય એટલું રડી પણ લેવાનો... ભાવ...લાઈફને પોતાના તમામ આયામોમાં જીવી-માણીં લેવાનો...!!! ભાવ... ક્ષણને પણ માણીં લેવાનો...!!! પણ...જીવી લઉં છું...!!! 💕
.
પાછલાં ભૂતકાળમાં જોઉં છું, તો આખી લાઈફ 'લોહીના સિદ્ધાંત પર ચાલતી આવી છે...!!! ઠેઠ દાદા ધીરજલાલ થી લઈને આજ પ્રયાગ તલક...!!! દાદા પાસેથી જેને જે વારસામાં મળ્યું એ લોહીમાં પણ ભળતું ગયું...!!! પપ્પાને દાદાની સંવેદના, મર્યાદા અને મૌન વારસામાં મળ્યું, એ તમામ પરિબળો હવે મારામાં ઉતરતાં હોય એવો અનુભવ એકાન્ત ક્ષણોમાં ઘણીવાર થયેલો...!!! અગાઉ પણ ઘણીવાર કહી-લખી ચુક્યો છું, આજ ફરીએકવાર પ્રાસંગિક ધોરણે કહું...!!! દુનિયા આખી એકવાર બદલાઈ જશે આવનાર સમયમાં... પણ અંતતઃ નહીં બદલે એવું એકજ પરીબળ છે... એ છે લોહીના ગુણધર્મો...!!! જે ક્યારેય કોઈના નથી બદલવાના...!!! વિતેલા ૨૭ વર્ષ પરંમ તત્વો મહેરબાન રહ્યાં છે...!!! ભાગ્યોદયના આ ૨૮માં વર્ષના આજે મંગલાચરણમાં પરંમ તત્વને પહેલી અભ્યર્થના કે આગળના પથ પર પણ કૃપાદ્રષ્ટિ બરકરાર રાખે...!!! 💕
.
ઘરની અંદરની વાત કહું, તો ચાર વાક્યોની એક ચોપાઈ, હવે પાંચ પંક્તિમાં પરિવર્તન પામીને એક નાનું કાવ્ય બન્યું છે...!!! પરિવારમાં તમામની કોઈના કોઈ પદોન્નતિ થઈ છે...!!! ગણતરીઓમાં પણ ફેરફારો ઘણાં નોંધાયા છે, જોયા છે...!!! સ્વાભાવિક છે એ પણ...!!! આખરે તમામ આપણે માણસ છીએ... સ્વભાવગત ફેરફાર આવવો સમયને આધીન જરૂરી કરતાં અનિવાર્ય પણ છે જ...!!! તમામની સાથે હવે વ્યવહારિકતાના ધોરણે હું પણ ઘણો બદલાઈ ચુક્યો છું ઘણીં બાબતોમાં પાછલાં ૨૭ વર્ષમાં... આગળ જતાં પણ તમામ પરિવર્તનોને સહજતાથી સ્વિકાર કરવાના છે...!!! હવે દૌર જવાબદારી અને ફરજો નો આરંભ થયો છે...!!! દુનિયાની પસંદગીઓ અને નાપસંદગીઓ, ગમતું કે નાગમતું, શોખ કે જરૂરીયાતો, આદી-ઈત્યાદી તમામ બાબતો હવે પ્રયાગની નજરે પણ એકવાર જોવાની છે...!!! પણ આવી તમામ ફરજો અને જવાબદારીઓ જ્યારે ચુકાઈ જવાની સંભાવનાઓ મિશ્રિત તમામ સંજોગો-પરિસ્થિતીઓમાં માતાજીએ હમેંશા મને સંભાળી લીધો છે... આગળ પણ એમની પાસે એમના ચરણોમાં એજ પ્રાર્થના...!!! 🙏💕
.
પાછલાં ભૂતકાળમાં ઘણુંય અછાજતું ઘટેલું છે, પણ હવે મુવ ઓન કરીને લાઈફને આગળ લઈ જતાં શીખી ગયો છું, મને વ્યક્તિગત રીતે ના ગમતી બાબતોમાં હું મારી રીતે અને મારી પૂર્ણ ઈચ્છાએ ત્યાંથી નીકળી જઉં છું, વ્યવહારિકતા આવડી નહોતી, લાગણીવશ લુંટાતો રહ્યો...પણ હવે એ ભૂલ મારાથી નહીં જ થાય...કોઈ સાથે વૈર પાળ્યું નથી આજ સુધી કોઈ દિવસ, પણ ભૂતકાળને ભુલી પણ નથી શકાતો... વાર લાગે છે, અને લાગવી પણ જોઈએ જ...!!! સમયનું મૂલ્ય બે પરિવર્તન વચ્ચેનો ફાસલો છે...!!! અને બે પરિવર્તન થવામાં પ્રકૃતિ પોતાના ન્યાયે ઉચિત સમય ફાળવે છે... એનો પણ ખ્યાલ છે...!!! આગળ જતાં ઘણી તસ્વીરો ધુંધળી છે... જેને મારે જ ચોખ્ખી કરવી છે...!!! અને મારા હિસાબે જ...!!!😊
.
અંતમાં...
ફરી એકવાર...તમામને ધન્યવાદ સહ વંદન અને વ્હાલ...!!!💕
.
"आज का दिन भी ऐश़ से गुज़रा....
'सर से पाँव तक बदन सलामत हैं...!!!"😎💕
No comments:
Post a Comment