આશરે અઢી વર્ષ થયા સાયકલ ચલાવવાનું છોડી દીધું અને. એક અઠવાડિયા અગાઉ ની એ રાત્રે જમ્યા બાદ એવી તે વળી શું ઉત્તેજના મને ચડી. કે આજે સાલી સાયકલ પર ચક્કર મારવા તો જવી જ છે. ફુલ ફોર્મ મા જેમ કોઈ ક્રિકેટર તૈયારીઓ કરે તેવી તૈયારીઓ મેં પણ કરી. ચશ્મા તો નથી છતાં પણ નાસિકા પર સ્થાન આપ્યું. કાને હેન્ડસફ્રી પણ ચઢાવી, બુટ પણ પહેરી લીધા. અને સાલી આ સાયકલ ચલાવવાની ઉત્તેજના ને પૂરી કરવા માટે જમીને સીધો મારા ઘરની સામે રહેતા "જગુડા" પાસે ગયો અને કીધું. ઓય પંડિત તારી સાયકલ આપ મારે આજ ચક્કર મારવા જવું છે. સાલો મને કહે કે તું લઈ ભલે જા પણ એમાં પાછલા ટાયર માં હવા જરા ઓછી છે એનું ધ્યાન રાખજે. મેં કીધું ભલે સારૂં તું પહેલા તો મને સાયકલ કાઢી દે પછી જોયું જશે. એની જાતને સાલું કોઈ ખાન્દાની વેર હોય એવી સાયકલ ને સાચવી હતી. સીટ મા પણ મોટું કાણું. અને મૂળ સાયકલ નો કલર લાલ હતો પણ લાગે કે વર્ષો સુધી કોઈ ધૂળ ચડી હોય એવા ખંઢેર ના ધુળીયા કલર જેવી દયનીય હાલત મા હતી. થોડા સમય માટે તો લાગ્યું કે આ વિચાર રહેવા દઉં તો વધારે સારું રહેશે. પણ પેલી ઉત્તેજના નું જોર એટલું હતું કે મન મા દ્રઢ સંકલ્પ કર્યો કે આજ તો સાયકલ પર સફર કરવી જ છે. એની જાતને સાલી કાઢી સાયકલ અને માનો ઘોડે ચડ્યો હોય એવી ફિલીંગ આવી. સાયકલ ચાલતી થઈ પહેલો સ્ટોપ ભારત પાને કર્યો. બાપુંએ મસ્ત ફાકી બનાવી આપી. જે ખાયને આગળ વધ્યો. કાને હેન્ડસફ્રી ચડાવી હતી અને એમાં રેડિયો 98.3FM સ્ટેશન ચાલતું હતું. મારૂ મન જેના અવાજ માત્ર થી મોહી જાય છે એ "RJ Sayema" નો "પુરાની જીન્સ" પ્રોગ્રામ ચાલતો હતો. એની જાતને સાલા ગીતો પણ સદાબહાર ચાલતા હતા. હું પણ એ ગીતો ને ઝીલતો ઝીલતો હળવા પેંડલ મારતો હતો. આ વેળા એ અચાનક મારા જીગર જાન એવા ઓઝા નો ફોન અાવ્યો મને પુછ્યું કે શું છે આજનો પ્રોગ્રામ? મેં કહ્યું કે આજ રે'વા દઈએ હું આજ સાયકલ ચલાવવાના મૂડ મા છું. હરામખોરે કીધું કે જા એનો વાંધો નથી પણ જોજે સાયકલ મા પંચર ના પડી જાય. મે કીધું કે ફોન મુક સાલા ભુખડ જેવા.... થોડી વાર માટે તો હું અસહિષ્ણુત થઈ ગયો. પણ રેડિયો ચાલતો હતો ને એમા દેવાનંદ સાહેબ નું જબરદસ્ત ગીત આવ્યું... "ચુડી નહીં યે મેરા દિલ હે"... એ ગીતમાં હું ખોવાઈ ગયો ને ઓલી ઓઝા વાળી વાત ને ભૂલી ગયો... હળવે હળવે હું છેક માલવીયા કોલેજ સુધી પહોંચી ગયો... એક તો વાત ના પૂછો એવી ઠંડી ને સાલો ત્યાં ટ્રાફિક જામ. જેમ તેમ કરીને પણ આ ટ્રાફિક જામ માથી હું નિકળી ગયો. હવે આવ્યો જસાણી - ગુરુકુળ વાળો ઓવર બ્રિજ... શરૂઆતમાં હતો એટલે મહા મહેનતે ચળાવી લીધો અને ઉતારવામાં આગલી બ્રેક મારી ને હું જેમ તેમ ઉતરી ગયો. હવે આવ્યો મક્કમ ચોક... હેન્સફ્રી કાઢી હળવેક થી જમણી બાજુ અવધ ચોક (શિવમ મેડિકલ) વાળા રોડ પર વળી ગયો. હવે થોડા ઝડપથી પેંડલ મારવાનું ચાલુ કર્યું. ને રેડીયા મા રફી સાહેબ નું ગીત આવ્યું.. ક્યુ હતું એ આજે યાદ નથી... હવે અમારા રાજકોટનું નામાંકિત એવું "ભક્તિનગર સર્કલ" આવ્યું. અને ત્યાં નો કાવો, ત્યાં સર્કલ મા રમતા નિખાલસ બાળકો, નાઈટ વોકીંગ કરતા એ સીનીયર સીટીઝનો, ઘર ઓફિસ અને ધંધા ની વ્યસ્તતા થી થોડા સમય માટે છુટકારો મેળવવા આવેલા એ દંપતીઓ, રોજની બેઠકો પર બેસવા આવેલા એ એકબીજા ના જીગર જાણ મિત્રો, પાન મસાલા ના બંધાણી, જ્યાં રોજ રાત્રે અચુક ભેગા મળીને ચાલતા વિવાદમાં ચર્ચા કરે એવું અમારૂ આ સર્કલ... સર્કલ ના બે ચક્કર મારી ને મેં મારી સાયકલ સર્કલ ની અંદર બેસતા પેલા કાવા વાળા ભાઈ પાસે ઊભી કરી ને કાવો મંગાવી હળવી હળવી ઘુંટ મારતો મારતો કાવા ને પીધો.. એ પતાવી ફરી પાછો સાયકલ પર સવાર થઈને અવધ ચોક બાજુ નિકળ્યો... ત્યાંથી મક્કમ ચોક.. અને ત્યાંથી ઓવર બ્રિજ... હવે થયું એવુ કે આ ઓવર બ્રિજ ગુરુકુળ સાઈડ થી થોડો વધારે સાંકળો ને વધુ ઉંચો.. સાયકલ ને હું જેમ તેમ કરીને ઉપર સુધી પહોંચી ગયા... હજુ તો જેવો ઉપર પહોંચ્યો કે થયો એની જાતને સાલો પાછલા ટાયર મા ફટાકડો.. એની જાતને સાલા બધા મારી સામે જોવે ને હસે ને કદાચ મન મા ને મનમાં કે'તાય હશે કે બરોબર થયું... સાલું આવી પરિસ્થિતિ જોતાં જ વિચાર આવ્યો કે હાય જાણે મે ક્યાં એના બાપ પાસેથી પાંચ પચ્ચીસ ઉધાર માંગ્યા છે? છતાં પણ મે એ વાત ને મગજ માથી દરકિનાર કરી સાયકલ પરથી ઉતરીને પગપાળા ચાલીને ઘરે પરત આવવા નીકળ્યો. રેડિયો હજુએય ચાલુ જ હતો ને મને જેના પર સાલું થુંકવાનું પણ મન ના થાય એ એક નંબરના હરામી પત્રકાર NDTV ના રવિશ કુમાર ને ઓલી સાયેમાએ મુખ્ય મહેમાન તરીકે પુરાની જીન્સ પ્રોગ્રામ મા બોલાવ્યો હતો... એની જાતને સાલી પૂરેપૂરી અસહિષ્ણુતા ની અનુભૂતિ થઈ.. ના છુટકે એને શાંતિથી સાંભળીને હું પગપાળા ચાલીને ઘર તરફ જતો હતો.. હવે હું જે રસ્તેથી આવ્યો એ ફરી પાછો ના લીધો.. સાલું કોઈ જોય જાય તો મસ્તી કરે એ ડરથી મેં ઓવર બ્રિજ પરથી ઉતરીને સ્વામિનારાયણ ચોક બાજુ વળી ગયો. ને ઓલો રવિશ કુમાર કોઈ આઝાદી વખતે થઈ ગયેલા "મન્ટો" નામના લેખક ની વાતો કરીને મારા મગજની નસો પુરે પુરી તબીયત થી ખેંચતો હતો.. થોડી વાર તો લાગ્યું કે આ રેડિયો જ બંધ કરી દેવામાં જ ભલાઈ છે પણ સાલું એમ પણ ના ફાવ્યું.. સહનશક્તિ ની પરાકાષ્ઠાનો પાકા પાયે અનુભવ એ વેળાએ મેં કર્યો... એમાય લાગી તો ત્યારે આવ્યું કે ઓલી સાયેમા પણ એની વાતમાં હા માં હા ભેળવતી હતી... આગળ જતાં સમ્રાટ ઈન્સ્ટ્રીયલ એરીયા આવ્યો ને થોડી રાહત અનુભવી કે હવે ઘર દૂર નથી... જેવી પેલી "દોશી હોસ્પિટલ" ને જોઈ કે તરત જ મારો પરમં હરામખોર ભુખડ મિત્ર ઓઝા એ મને કરેલા ફોન પર ધ્યાન કેન્દ્રિત થયું.. એ સાલો ત્યાં જ રહે છે જુની પપૈયા વાળી મા.. એની જાતને સાલી મનોમન એટલી સહિષ્ણું ગાળો આપી હતી કે વાત જ નહીં પુછો યાર.. પણ હા એક વાત જરૂર કહીશ કે એ હરામખોર મારો જીગર જાન છે એટલે વાંચી વેળાએ એ ઓઝા નું ખોટી રીતે આકલન ના કરશો.. સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયા ને પાર કરતી વખતે વિચાર આવ્યો કે ઓલા જગુડા ને જવાબ શું આપીશ? એક વાર તો લાગ્યું કે કંઈક બાનૂ દર્શાવી દઈશ... પણ એમ મેં ના કર્યું ઘણા વિકલ્પો પણ વિચારમાં આવતા હતા કે આમ કહી દઈએ તો કેમ રહેશે.. પણ આખરે તો એક જ વિચાર કર્યો કે કઈં જ નથી કહેવું... અને એ વિચાર પર જ અમલ કર્યો... ઘર પાસે આવીને પહેલા જોયું કે મીંયા ની દુકાન પર કોઈ બેઠું તો નથી ને... જોયું એટલા તો મારા નસીબ સારા હતા કે ત્યાં ત્યારે કોઈ પણ ન હતું... એટલે આ વાત બહાર નહીં પડે એની ખાતરી થઈ ગઈ... જગુડા ના ઘરે પહોંચી ને જોયું કે દરવાજો બંધ છે પણ મેં સાયકલ અંદર મુકી ત્યાં જ જગુડો ટપક્યો ને કહે કે એલા એય.. આ પાછલા ટાયર મા હવા કેમ નથી? અને વિચારે ચડ્યો હું... અચકાતા અવાજે મેં જવાબ આપ્યો કે, આ તારી સાયકલ જ ચાલે એવી નથી... હજુ તો હું બાપું ને ત્યાં પહોંચ્યો કે સાલું ટાયર મા પંચર થઈ ગયું... એ કહે કે તારા કામ જ આવા હોય.. વિચારો હજુ સુધી ચાલુ જ હતા ને મનમાં એક વિચાર આવ્યો કે આ તો સાલું "ધાર્યું નો'તું એવું થયું".... હવે જગુડા ને જેમ તેમ સમજાવીને ત્યાંથી હું છટકી ગયો.. ઘરે આવીને પેલા બે ગ્લાસ પાણીના પીધા.. ને ભર શિયાળાની શરૂઆતે પંખો ચાલું કરીને બેઠો. મને ખબર નહોતી કે પપ્પા આ બધું જુએ છે... એ પણ બોલ્યા... શું થયું એલા...??? મેં જવાબ આપ્યો કે પપ્પા આજે તો ધાર્યું નો'તું એવું થયું" જો મિત્રો ઘટના અને પાત્રો પણ સાચા છે - રાજ વસાણી (13/12/2015)..😊😊😊
Very good.
ReplyDeleteSaro vichar hato bhai pan Dhariyu avu thayu ne tya salu bov dukh thay😂
ReplyDeleteએવું જરૂરી નથી
DeleteKeep it up anyway, anywhere, anytime raj bhau.. ��
ReplyDelete