Monday, 17 October 2016

"ગાંધી અને જમાલ."

"મારૂં કહેવું-માનવું રહ્યું છે કોઈના નામનું (સંજ્ઞા) વિશેષણ થઈ જવું જ સફળતા છે."
તમે 'ગાંધી નામથી નફરત' કરી શકો છો પરંતુ એક તથ્યથી ઈનકાર નહીં કે જીવીત રહેતા જ એ પોતાની સંજ્ઞાને 'વિશેષણની ઈજ્જત' દેવળાવી ચુક્યો હતો. "મારા વ્યક્તિગત પૈમાના પર ગાંધી બેહદ સફળ છે. તમામ નાપસંદીઓંની બાવજુદ મારે માનવું જ પડશે."

વધુ એક તથ્ય છે કે 'દરેક માણસના કેટલાય આયામ હોય છે.' હાડ઼-માંસથી બનેલી દરેક વસ્તુઓ સારા-ખરાબ પહેલુંઓંને સમેટીને હોતી હોય જ છે. "વ્યક્તિગત સ્તરે પણ આને મહેસુસ કરી શકાય છે." તમે પોતે જ કેટલાય લોકોના "બેહદ પ્રિય" પણ હોતાં હશો તો કેટલાંક તમને "ફુટી આંખે પણ ના જોવાનું પસંદ કરતા હશે." એ નિર્ભર કરે છે સામે વાળાએ તમારામાં 'જોયું' છે શું. એમનું જોવું પણ  ચુનંદા વાકયોં" ની અતિરિક્ત એની જેહનિયત પર જ નિર્ભર કરે છે. "ગાંધી હવે ખુલ્લી કિતાબ છે, પન્ના વિશેષ વાંચીને બનેલી રાય 'કુપોષીત-દિવ્યાંગ' હશે જ."

જોકે, બહસ કરવાનો ઈરાદો બનાવી લેવામાં આવે તો 'બ્રહ્મચર્ય ના પ્રયોગો',  'મુસ્લિમ પક્ષધરીતા', 'હિન્દુ પક્ષધરીતા', 'બતબદલુપણું' આદી-ઈત્યાદી પર ગાંધીને લંગરાવતા રહેતા તમામ "વચનોંના વીરોં" ને કેટલાય કિલોમીટર સુધી દોડાવી શકાય છે. પહેલાં આ કામ કરતો પણ હતો. "બાદમાં બરાસ્તે ગાંધી સુકરાત મળી ગયાં અને લ્પ્પડ્ડ઼ લગાવીને સમજાવ્યો કે તું કોઈને કંઈ પણ શીખવી નહીં શકે." બની શકે તો 'વિચારવા માટે મજબૂર-પ્રેરીત' કરી દેજે. ગાંધી પણ એકવાર બોલ્યા હતા કે આપણે કોઈપણ ગધેડાને ગંદા પગે આપણા 'મગજના બગીચામાં' ઘુસવા નથી દઈ શકતા. હવે જ્યારે બહસ કરશો તો દોડાદોડી થશે. તમારા બગીચામાં પણ એ ગધેડો દોડશે. પરિણામ સુંદર બાગ વિકૃત થઈ જશે.

એકવાર મેં વાત-વાતમાં કહ્યું હતું કે "જો કોઈ માણસની રાય મુદ્દા વિશેષ પર લાંબા સમય સુધી યકસાં જ રહે તો કાં તો એ મુરખ છે કાં પછી ધુતારો." એક આદત પણ છે મારી, જે અક્સર સ્ત્રેણોંને પ્રલાપનો "માર-મસાલો" દઈ દીધા કરતો હોય છે. આદત એ કે મને પણ બધું ખોલી/ઊઘાડીને લખવું/રાખી દેવું પસંદ છે. હાઁલાકી મારા મામલામાં આ કોઈ 'માનસિક વિકૃતનું પણ પરિણામ' હોઈ શકે છે. માનસિક વિકૃતિની શંકા કરવાનું પર્યાપ્ત કારણ પણ છે મારી પાસે. ખબર નહીં કેમ, મને નાનપણથી ભરોસો છે કે જ્યારે મરીશ ત્યારે "બહુ મોટો" મરીશ. "મોટી મોત લાંબા સમયની અસર છોડીને જતી હોય છે. ઠીકઠાક પ્રભાવિત લોકો પાછળ રહી જાય છે." હું સામાન્ય રીતે કરૂં છું એ કે મોટી મોતો મરેલા લોકોની માત્ર સારી (ધ્યાન રહે, સારાત્વને તત્કાલીન દેશ-સમાજ પોતાની સમજથી પરિભાષિત કરે છે.) વાત વધારૂં છું. હાઁલાકી થવું એ જોઈએ કે "દરેક મોટી મોત મરેલા લોકોને ખુલ્લી કિતાબ બનાવી દેવી જોઈએ." એનું કારણ પણ છે. જેમકે જ્યારે મેં માવો (ફાકી) અને ધુમ્રપાન શરૂ કરી દીધું હતું અને પ્રભાવિત કરવા વાળી મોટી મોતોંમાં જ્યારે આ નહોતો પામતો તો "અજીબોગરીબ રીતની કુંઠા અને અવસાદનો શિકાર થઈ જતો હતો." હું લખીને છોડી દઉં છું, તમામ એ વાતોં જે 'અસામાજિક રીત' ની હોય શકે છે પરંતુ 'એ મારૂં સત્ય છે.' એટલે જો હું પણ પ્રભાવી મોત મરૂં તો ક્યારેક 'કોઈ અસામાજિક જેવું કરીને સંભવિત ઉત્તમ ભવિષ્યની ઉમ્મીદ ના છોડી દે.'

"ગાંધી મારા આ પૈમાના પર બહેતરીન રીતે ખરો ઉતરે છે." નાનપણમાં ગલ્લો તોડીને ચોરી કરી, પપ્પાના ખિચ્ચાં માંથી રૂપિયા કાઢ્યાં, કોઈ વાંધો નથી. આ કામ ગાંધી કરતો હતો બાદમાં "સાબરમતી નો સંત" કહેવાયો. પોતાના સમકાલીનોં-સાથીયોં થી 'જલતો-બળતો' રહ્યો, કોઈ વાત નથી ગાંધી પણ જલતો જ હતો. ક્યારેક કાયર કૃત્ય કરી દીધું, ઠંડક રાખો, ગાંધીએ પણ આ કર્યું હતું. હું પણ બધું લખું છું કેમકે ભવિષ્યમાં જો કોઈ દારૂબાઝી કરીને અવસાદગ્રસ્ત થાય તો એનું જેહ઼ન લપડાવીને કહે કે જમાલ્યાએ પણ કર્યું હતું આ બધું. કોઈ "લૌંડીયાબાઝી" (પરિભાષા બદલી શકે છે સમજ ના હિસાબે) કરે અને સમાજ એને નકારો કરાર દે તો એ સુધરે અને બોલે કે જમાલ મીંયાએ પણ આ બધું કર્યું હતું.

હવે છેલ્લી વાત. આમેય ઠીકઠાક લાંબુ થઈ ગયું છે અને મારા કથનાનુસાર કે ફેસબુક પોસ્ટ લખી છે, શોધપત્ર નહીં. "તો દરેક એ માણસ જે મરતાં દમ સુધી વિદ્યાર્થી છે, વગર શરત-સુબુતે અને તમામ પ્રકારના ચુતીયાપા કરીને પણ મહાન છે." અમૂમન કહેવાય છે કે 'માણસ ત્રીસ વર્ષ સુધી શીખે છે પછી ગધેડો થઈ જાય છે.' ગાંધી મરતાં દમ સુધી 'બાળક' રહ્યો હતો અને એ નિશ્ચિત જ "અસાધારણ-અસામાન્ય" ઉપલબ્ધિ-હાસિલ છે.

બકૌલ ગાંધી,...!!!
"મારા અનુયાયી કોઈપણ મુદ્દા પર રાય બનાવતા સમયે મારી એ વાતને માનેં જે મેં સૌથી અંતિમમાં કહ્યું છે."
"કોઈપણ મુદ્દા પર કોઈપણ વ્યક્તિની અંતિમ રાય એની સૌથી વયસ્ક અને પુષ્ટ રાય હોય છે."
તો... પાછલી સદીના હાડ઼-માંસ વાળા સંતને આગલી સદીથી નમન પ્રેષિત. અહિંસા ના પુજારી 'ગાંધી' ને શબ્દોથી પણ હત્યા કરી દેવાના પક્ષધર 'જમાલ કુરૈશી" ના ઠોસ લૌહ સલામ.

(અહીં પણ જમાલ કુરૈશી 'સંજ્ઞા' છે. વિશેષણ જમાલ કુરૈશી પર Raj Vasani ના હસ્તાક્ષર 'સુસેફ-સુરક્ષીત-સર્વાધિકૃત' છે. લખાણ '૨ ઓક્ટોબર ૨૦૧૬' ના રોજ મારી ડાયરીમાં લખ્યું હતું, પણ લાગ્યું કે મારા કરતાં આની આભાષી જગતના આભાષી પ્રાણીઓને આ બાબતે જ્ઞાનની જરૂર મારાથી પણ વધુ છે. સો... અહીં ચેપી દીધું છે.)

#૨_ઓક્ટોબર_૨૦૧૬_નું_ડાયરીનું_પન્નું_વિશેષ...!!!

6 comments: