Monday, 14 November 2022

.... સસસશશશશ... કોઈને કહેતાં નહીં...!!! 😉😎☝🏻

...અને... સન ૨૦૨૧...નો કદાચ 'મે મહીનો હતો...!!!


.


...લાઈફના એ દૌરની જદ્દોજહદ પોતાના ચરમોં પર હતી,  આર્થિક જગતમાં ૨૫-૨૬ વર્ષે એવો જબ્બર ભયાનક અનુભવ થઈ ગયેલો, કે રીતસર 'એકલો પડી ગયેલો... ઘણુંય ઘસાતું ભોગવ્યું...પણ પરિસ્થિતિ સ્વીકારી લીધેલી...કે, હકિકત જે છે...તે આ છે...!!! ત્યારે મમ્મી-પપ્પાએ મોરલ પૂરૂં પાડેલું...!!! અંગત જીવનમાં પણ કહેવાતાં અંગત લોકોની તાસીર અને માનસિકતા નબળી હતી મને સમજવામાં, એટલી હદે નબળી કે, અમુકને તો...મારો 'એક ફોટો' પણ નહોંતો પચેલો, ને પોતે ભરેલી એ મહેફિલમાં બતૌર મારા બાપની હાજરીમાં શેષ એક ફોટાને કારણે મારા પર તીરોં ચલાવવા બાકાયદા બહારથી મહેમાનોંને પણ આમંત્રિત કરેલાં ના દાખલાં છે...!!! પણ તોય  મારી વીસી-પચ્ચીસીમાં હતી, મન મોટું રાખેલું... કે, હશે ચલો...એમની તાસીર નથી આપણને 'પચાવવાની...!!! માફ કરીએ...!!! અંગત મિત્રોં અને મમ્મી-પપ્પા ત્યારે પણ મોરલ બનેલાં...ત્યારે પણ એમ જ મનને પાછું વાળેલું...ખરાબ દૌર છે, જતો રહેશે...!!! બ્રહ્મજ્ઞાન મોઢે ત્યારે હતું...!!! કે, 'દૌર ખરાબ હોય ઝિન્દગી નહીં...!!!' 😆☝🏻


.


ત્યારે 'મોહ-અહમ્-અભિમાન-તર્ક-તથ્ય-સભ્યતા-સ્વાર્થ આદી-ઈત્યાદી શબ્દોની બાબતે વ્યાખ્યાઓ ત્યારે હું પણ કરી શકવા સમર્થ હતો...!!! એ તમામ લોકોના જ તથ્યો-તર્કો-કારણોં પર એમને જ પરાસ્ત કરી શકતો હતો...પણ મેં નહોતી કરી વ્યાખ્યા, કે નહોંતું કહ્યું વ્યાખ્યાન, અને નહોતી બોલાવી કોઈ 'રાજસભા...!!! કોઈ દિવસ વાત કહેવા-કરવા માટે ક્યારેય કોઈના શબ્દો ને ભાડે લઈને કહેવાનો સહારો નહોતો લીધો, કે, કોઈની કાનાફૂસીઓ કરવાં ઠેઠ ચોથે ગામ પણ ધક્કો નથી ખાધો...ખબરોંની પોતાની ની દુનિયામાં નરેટીવ કેમ સેટ કેમ થાય, વ્યક્તિગત-સામાજીક-આર્થિક-સાંસારિક, કૂટનીતિઓને કેમ એમની જ ભાષામાં ભાષઓચ્ચિત-ન્યાયોચિત્ત-સમયોચિત્ત જવાબો કેમ આપવાં એનું વ્યાકરણ 'કરસન અને બક્ષીને વાંચીને જ શીખી ગયેલાં...!!! જે પણ કીધું-કહ્યું છે... તમામને મોઢે કીધું-કહ્યું છે...!!! ત્યારે પણ એક મોરલ હતું, વાંક હોય તો સહર્ષ તમારી ત્રણ ઝાપટનો પણ સ્વીકાર... પણ ખબરોં સાંભળીને ભાગવત ચર્ચા કરવાં આવેલાં 'પોતાની જવાબદારીએ જ મારી અંગત લાઈફમાં આવવું...!!! બાદમાં પરિણામો તમારી નિર્ભરતાને આધીન રહેશે...!!! ☝🏻😎


.


ખૈર...!!!


ફરી હવે શરૂઆતની લાઈનોં પર ફોકસ કરો...!!!


.


ઈતિહાસને લખવા,વાંચવા,સંગ્રહિત કરવાનો આજે પણ એટલો જ વિદ્યાર્થી છું, જેટલો ભણતી વખતે પણ હતો....કેમકે, ઈતિહાસની તાસીર વિશુદ્ધ 'નાગી હોય છે,  કાં' તો ઈતિહાસ ક્રુર હોય છે, અન્યથા ભવ્ય... બે વિકલ્પો સિવાય ત્રીજા કોઈ વિકલ્પની વૈકલ્પિકતા ઈતિહાસ આપતો નથી...!!! અને મને ઈતિહાસનું આ પાસું ગમે છે...!!! 


એ...મે મહિનાના કોઈ દિવસે એક 'શેર સાથે, એક ફોટો પોસ્ટ કરેલો...!!!


આજે આ એક દૌરમાં પણ એટલી જ પોતાની વાસ્તવિક ઉપસ્થિતિનો દરજ્જો પ્રાપ્ત કરીને બેઠેલો એ 'શેર...!!!

..મારી અંગત ડાયરીની આપણી મહેફિલમાં એ 'શેર...

....પૈશ-ઐ-ખિદમત...!!!


...उन्हें एहतियात तो बरतना ही पड़ेगा...!!!

... जिनकी दुकानें यहां खबरों से चलती हैं...!!! 😎😉💞


.


અને અગાઉ પણ કહ્યું-લખ્યું છે, આજે આખરમાં ફરી એકવાર કહેતો ચાલું, કે...

કોઈપણ વ્યક્તિને સમજવો હોય, તો...

કોરી કલ્પનાઓમાં સત્યને શોધતાં સંદેહની ચરમ પર જઈને કોઈપણ સંબંધોના માનક નક્કી કરવાં, ભલે પછી એ વ્યક્તિ કે સંબંધો વ્યકિતગત-સામાજીક-સાંસારિક-આર્થિક-મૈત્રિક આદી-ઈત્યાદી હોય, આપણાં સંબંધોની ઊંડાઈ અને એના વિશ્વાસને પ્રદર્શિત કરે છે. કોઈનું વ્યક્તિત્વ જાણવાં માટે એ વ્યક્તિને વાંચો, અને સ્વયં પર વિશ્વાસ રાખો...!!!


લોકોની વાતો સાંભળીને ચાલશો, તો કંઈ શેષ નહીં બચે...!!!


.


કોઈએ આજે જ મને સહજ પૂછેલું...


:-  જેને તમને ખૂબ નફરત કરી હોય, એ વ્યક્તિ તમને પ્રેમ કરવા પાછું આવે તો તમારી અંદર પ્રેમ આવે કે...


હાઁ...કે...ના...?!?!?!


-: ના...!!! હું યાદ નથી રાખતો... પણ ભુલતો ય નથી...ખોટું નથ કેતો...😎☺


:- ચાણક્ય ને કહા હૈ શાયદ 'દુશ્મન કો 'માફ કર દો, મગર ભુલો નહી ✌


-: ....હાઁ...રે 'ફિતરત બહુ ખરાબ છે મારી... 💕🙌


(અંગત ડાયરીનું આજનું પન્નું.)

 

No comments:

Post a Comment