Thursday, 15 April 2021

...વો ભી એક દૌર થા....યે ભી એક દૌર હૈં...!!! 💞

- :- નમસ્તે...!!!
+ :- કેમ છો... નમસ્તે... નમસ્તે...!!!
- :- 👍
+ :- 👍😊
- :- બસ મજામાં...!!!
+ :- તો વાંધો નહીં 😊
- :- તારે કેમ ચાલે છે?
+ :- આનંદ મંગલ... તું કે તારે કેમનું ચાલે છે...?
- :- ચાલ્યા કરે... અમારા જેવા સામાન્ય લોકો ને બીજું શું હોઈ...???
+ :- હાહાહાહા...અદાકારી તારી કલમ પુરતી જ રાખ, ઘાયલ થયો હતો એક વખત, હવે શોખ નથી રહ્યો...!!! 😜
- :- હાહાહાહા... બધા સમયના કેફ હોય...!!!
+ :- હાઁ એજ હકિકત છે... જે સ્વિકારી લીધી છે....!!! 
- :- એ જ સારું...!!!
+ :- બધું બરાબર ને...???
- :- હૌવ... હવે વાંચતોય નથી મને...??? આજ ઓનલાઇન જોયો તો થયું કે હાલચાલ પુછું...!!!
+ :- સી ફર્સ્ટ માં છે રે તું... 😂... વાંચું તો ખરાં.. પણ રિએક્ટ નથી કરતો કંઈ...!!!
- :- અરે રે...!!!
+ :- તને એમજ ભુલી જાઉં એવો પ્રેમ નહોતો કર્યો 🤣
- :- હાહાહાહા...!!!
+ :- જીવનના એ તબક્કે મને પણ આજે વિચારતાં એવો ખ્યાલઆવે છે... કે શું એ હકિકતમાં પ્રેમ હતો... ઉત્તર હંમેશા ના મળ્યો છે...!!! કોઈક વ્યક્તિની જરૂર હતી એ સંજોગોમાં...એવું લાગે...!!!
- :- હા.... પ્રેમ એમ નથી થઈ જતો....એ બહુ મોંઘી વસ્તુ છે..આજ કલ આપણે એ ખરીદી શકીએ એટલા અમીર નથી રહ્યા...!!!
+ :- વોટ્સેપ્પ પર આવ...!!!
+ :- ઓયે ટણપી...!!!
- :- આલે લે...!!!
+ :- 😆
- :- હજી નમ્બર હતા...???
+:- હોય જ ને...!!! 😌 ક્યારેક હું લખીશ મુનશી પ્રેમચંદ ની જેમ ત્યારે તારૂં પાત્ર ચોક્કસ લખીશ...મારી આત્મકથામાં 😂👍
- :- અરે રે...!!!
+ :- કલમ છોડી દીધી... બાકી અત્યારે વર્ણન કરવું પણ અઘરૂં છે એટલી શાંતિ છે તારી સાથે વાત કરી આજ...!!!
- :- સમજી શકું...!!!
+ :- 😌... ખૈર છોડ... નવું સંભળાવ કંઈક...!!!
- :- બસ....એ જ...!!!
+ :- આમાં ઘણાં બધાં જવાબોનો એક જ જવાબ છે 😂
- :- લગ્ન માં ના કહ્યું તે મને...???
+ :- વોટ્સેપ્પ પર કહ્યું હતું... મને પાક્કું યાદ છે...તમે તીર છોડ્યું હતું કોંગ્રેચ્યુલેશનના નામનું... 😆
- :- હાહાહા... બૌ ઘણું બધું યાદ રહે છે તને...!!!
+ :-....😉 એજ નડે છે ક્યારેક તો ...!!! તું કહીશ ને તારા લગ્નમાં...???? 😂
- :- હા... કરીશ તો ચોક્કસ..!!!
+ :- પછી હું પણ કોંગ્રેચ્યુલેશનના તીર છોડીને વેર વાળી લઈશ... 👍 ત્યાં સુધી ખાતું મારી બાજુએ જમા... 👍👌
- :-  🤣
+ :- 😆
- :- એમ રાખો... તમને ગમે એમ રાખો... ☺
+ :- ત્યારે આમ કહ્યું હોત તો.... મમ્મીને તો હજુ પણ તું એટલી જ ગમે છે....!!! 😂
- :- આલે લે.... બોવ કરી...!!!
+ :- તો
- :- રીએક્ટ ના કરવાનું શુ કારણ?
+ :- એ પણ તને વાંચે... મેં કંઈ નહોતું છુપાવ્યું એમનાથી કે એક્તા થી પણ...!!!
+ :- કંઈ મળ્યું નથી.....!!!!
- :- એલા..... હું એ સ્ટેજ પર હતી🙊🙈🙈🐒
+ :- તો.... તે ક્યારેય મને સીરીયસ્લી લીધો જ નહીં... એમાંથી જ બ્રહ્મજ્ઞાન થયું કે જગત મિથ્યા છે... બ્રહ્મ જ સત્ય છે...!!! 😂
- :- હાહાહાહા...એ બહાને જ્ઞાન તો મળ્યું...!!!
+ :- એ માટે હું ઋણાનુંબધ માં... 😂👍
- :- 🌹
+ :- સાવ સાચ્ચું કહે....ત્યારે હું તારા માટે ક્યા સ્ટેજ પર હતો...???
- :- હું કોઈ સ્ટેજ પર નહોતી ...!!! ના પ્રભાવમાં, કે ના અભાવમાં.... આજે જે છે એ જ ત્યારે પણ...!!!
+ :- શાંતચિતે હાસ્ય ઉપજી આવ્યું... અને ઝિન્દગીનું પોતાનું એક મહત્વ આજે વધુમાં સમજાવવા બદલ આભાર 😍👌
- :- કદાચ આપણે હવે વધુ સમજુ છીએ...!!!!
+ :- એજ....!!!!
- :- 🙂
+ :- દિલ્હી કે મેરઠ ....???
- :- દિલ્હી...!!!
+ :- હાહાહાહા... લાઈફ સાલ્લી એ ની એજ છે... પણ આપણે કેટલાં આગળ નિકળી ગયા...!!! 😂
- :- હા... એ જરૂરી હતું...!!!
+ :- તને સાચ્ચે લાગે છે એ જરૂરી હતું...???
- :- મારા લાગવા ન લાગવાથી કઈ ફરક નથી પડતો...પણ ઉભું રહેવું પોસાય તેમ નહતું...!!! યાર કારણ તને પણ ક્યાં ખ્યાલ નથી...!!! આપણે બન્ને પોતપોતાની જગ્યાએ સાચ્ચાં જ હતાં... પણ સંજોગો વિપરિત હતાં ને...!!!
+ :- હજુ એજ અંદાજમાં જવાબ આપવાનું તું ભુલી નથી....!!!  💞
- :- 🙂💞
+ :- કામમાં લાગે છે...!!!
- :- ના...!!!
+ :- તો કેમ રહી રહીને જવાબ આપે છે...???
- :- એવા રે અમે એવા...!!! 😉
+ :- ઝેર તો પીધા છે અમે જાણી જાણી...!!!😂
- :- ☺
+ :- હવે તું ઈગ્નોર કરતી હોય એવું લાગે છે...!!!
- :- અરે રે... તમે જ બધુ મનમાં ધારી લ્યો...!!!
+ :- એક તરફી મને પણ ક્યાં ઓછું નડ્યું હતું 😆
- :- 😂
+ :-..... 😉 😆

#વો_અધુરી_દાસ્તાન_લો_ફિર_યાદ_આ_ગઈ...!!!🙌💞😜

No comments:

Post a Comment