....જોકે આ વિધાન લખવામાં મને કોઈ સંદેહ નથી, પરંતુ જો ભારતના સંદર્ભમાં લખું તો એકદમ સટિક છે...!!!
.
જ્યારે બ્રિટીશોએ ભારત પર પુરી રીતે કબ્જો કરી લીધો ત્યારે એમની સાથે આવેલા કેટલાય બ્રિટિશ ઈતિહાસકાર, અધિકારીઓએ ભારતના પ્રાચીન ઈતિહાસમાં બેહદ રસ દેખાડ્યો હતો, શરૂઆતમાં માર્શલ, કનિંઘમ પ્રમુખ રહ્યાં. જોકે તથ્યોને પણ એક હદ સુધી તોડવામાં આવ્યાં હશે, આ બાબત પણ લગભગ સાચી જ છે, કેમકે એમનું મક્સદ ભારતના ગૌરવને રિવાઈવ કરવાનું નહોતું, બલ્કે રૂડયાર્ડ કિપલિંગ ની "વ્હાઈટ મેંસ બર્ડેન થીયરી" ને જ પ્રુફ કરવાનું હતું અને આ મૈકાલેની એજ્યુકેશન પોલિસીમાં બહુ આનંદથી દેખાય છે...!!!
.
બ્રિટિશકાળમાં જ ભારતીય ઈતિહાસકારોં પણ થયાં જે ભારતના અતિતને ફરીથી જીવનદાન દેવામાં ઘણી હદ સુધી સફળ પણ રહ્યાં, મસલન હડપ્પા સભ્યતા જેને અંગ્રેજોએ ૫૦૦ વર્ષ જુનું ક્ષેત્રીય કહી દીધું હતું, એ ૨૫૦૦-૩૫૦૦ ઈ.સ પુર્વે જઈને આખા ભારતીય ઉપમહાદ્વિપ સુધી તાર જોડવામાં સફળ અને સર્વમાન્ય પણ રહી...!!!
જોકે એ કહેવું શર્મનાક છે પરંતુ સત્ય પણ છે કે આપણે હંમેશાથી જે સારૂં લાગે એને બાપ બનાવીએ છીએ અને જે સારૂં ના લાગે એને હાશિંયા પર છોડી આવીએ છીએ. એ વખતે પણ રાષ્ટ્રવાદી ઈતિહાસકારોંએ આ જ ભુલ કરી અને વામપંથીઓના તો ખૈર મૂળીયા જ આના પર ટકેલાં હોય છે સૌ થી અધિક શબ્દો ખર્ચ કરવાની જરૂર નથી અહીં...!!!
ગૌરવને ફરી જીવન દેવાની હોડમાં આપણા નાયકોને કોઈ કોમિક્સના સુપર હીરો ની માફક દેખાડવામાં આવ્યાં, ત્યાં વામવર્ગે શોધી-શોધીને તર્ક આપ્યાં કે એ નાયકો આક્રાંતાઓની સામે નપુંસક રહ્યાં...!!!
.
ખૈર.... સિકંદરોં, ચંગેઝો, મંગોલો જેવા બર્બર જેના ઘોડાની ટાપની અવાજથી પણ જીવનના બીજ દમ તોડી દેતાં હતાં એની સામે પણ માત્ર એક ક્ષેત્રના રાજાએ જે સાહસનો પરિચય આપી દીધો, એ ઉલ્લેખનીય તો છે જ...!!! અહીં પરિણામ નહીં બલ્કે સંઘર્ષ માયને રખાય જ રખાય છે...!!!
.
રહી વાત લેખનની તો એક ઉદાહરણ કે ઔરંગઝેબ એક મૂર્તિભંજક અને મંદિરવિદ્વંસક રહ્યો, એમાં કોઈ ગુરેઝ નહીં...!!! અને બીજી તરફ કોઈ વામપંથી ઈતિહાસકારને વાંચશો એ ઔરંગઝેબના એક વિવાહ, અકબર દ્વારા જાજિયા કરનું લેવાનું, વીણા પ્રેમથી ઔરંગઝેબને એક મહાન અને ભારતીય શાસક બનાવવાની મહેનતમાં કોઈ કસર નથી છોડતાં હોતાં...!!!
.
સાવ સિમ્પલ રીતે કહું તો આપણે બેહદ ભાવુક છીએ...!!! આપણે ફેક્ટની વાત ના કરીને જે વિચારીએ છીએ અને જે માનવા માંગીએ છીએ એને જ પ્રુફ કરતાં નજર આવીએ છીએ. તમે બેશક્કથી અશોકને મહાન કહો, પરંતુ એ પણ લખો કે એના યુદ્ધપ્રેમ અને સામ્રાજયવાદી ઈચ્છાએ કઈ હદ સુધી ભીષણ રક્તપાત મચાવ્યો. પોતાના બ્રાહ્મણ દંભમાં શશાંકને વીર કહેશો તો એ પણ બૌદ્ધ ભિક્ષુઓંની નિર્મમ હત્યાઓનો દોષી હતો, ના ભુલાય...!!! તમારા પોતાના પરસેપ્શન હશે સેક્યુલારિઝ્મના, પરંતુ એની માટે મધ્યકાળના શાસકોને સહિષ્ણુ, ઉદાર, જનપ્રિય સિદ્ધ કરવું આવશ્યક નથી...!!! આ સાવ નોર્મલ વાત છે કે નિરંકુશ રાજતંત્રના દૌરમાં હત્યા, લુટપાટ, બળાત્કાર અપરાધ નહીં બલ્કે રાજાની ઈચ્છા છે અને એના ચરણ ચાટુકાર એને બર્બર નહીં બલ્કે વીર જ બતાવશે જેમ આજે વામપંથીઓ ઔરંગઝેબને જસ્ટિફાય કરતાં નજરે આવે છે....!!!
.
તમારો ગાંધી પ્રેમ પોતાની જગ્યાએ છે પરંતુ આ વાતથી ભગતસિંહ અને સુભાષ ખારીઝ નથી થઈ શકતાં...!!! ગાંધીને રાષ્ટ્રના પોતાના સિદ્ધાંતો હતાં અને સાવરકરને પોતાના, ઈતિહાસ બન્નેને લખવાનો છે ના કે તુલનાત્મક મૂલ્યાંકનમાં મહઝ અનુયાયીઓના આધાર પર કોઈને મહાન ઘોષિત કરવાનો અને કોઈને હાઁશિયા પર ધકેલી દેવાનો...!!! એક મહાનતા એટલો છાંયો પૈદા ના કરે કે બીજું ઝાડ દમ તોડી દે, મહત્તા બન્નેની જ પોતપોતાની જગ્યાએ છે...!!!
.
પશ્ચિમી રાષ્ટ્રોને જોઈએ તો એમણે ક્યારેય તથ્યોને નથી તોડ્યાં...!!! બર્બર સામંતીયુગ હોય, પુનર્જાગરણ હોય, ભ્રષ્ટ પાદરી વ્યવસ્થા હોય અથવા તો ધર્માનુસાર આંદોલન હોય, તમામ અરીસા જેવું સાફ જ છે. જ્યાં હીટલરનો રાષ્ટ્રપ્રેમ પણ લખવામાં આવે છે અને એની બર્બરતા પણ, બાકી મૂલ્યાંકન કરીને કોઈને બાપ માનો અથવા અપરાધી, તમારી મરજી છે...!!!
.
નિષ્કર્ષમાં ભારતીય ઈતિહાસ કોને યૌદ્ધા માનશે, કોને આક્રાંતા માનશે, કોને બાપ માનશે એ ઈતિહાસકાર જ નક્કી કરે છે. વર્તમાન મજમૂન એ છે કે તમે નિષ્પક્ષ રહીને ફેક્ટ દેખાડી દેશો તો માત્રને માત્ર લંગરાઈ જશો કેમકે ફેક્ટનો વિષય કોઈનો બાપ બનેલો છે, તો કોઈની નજરમાં બળાત્કારી અથવા મુરખ...!!!
.
ભારતીય ઈતિહાસ લેખનની દુર્દશા પર મારી સ્ટાઈલમાં એજ કહી શકું છું કે.... "હજારો ફેક્ટ્સ અને હજારો એંગલથી જો તમે મને ચૂતિયા સિદ્ધ કરો છો તો હજારો ફેક્ટ્સ અને હજારો એંગલના બેઈઝ પર હું પણ તમને ચૂતિયા સાબિત કરી શકું છું...!!! બાકી બન્નેમાં કોણ કેટલાનો બાપ બનશે, એ ભવિષ્યના ખોજી સિદ્ધ કરશે, મારો સમય આટલો સસ્તો તો હરગીઝ નથી...!!!"
.
#શોધપત્ર...!!!