Tuesday, 8 March 2016

"વિશ્વ મહિલા દિવસ ને વીથ મોરી ચા"

એ શક્તિ છે, એ ભક્તિ પણ છે,
એ કોઈનો વિશ્વાસ છે, એ સમર્પણ પણ છે,
એ દિવસ પણ છે, એ રાત પણ છે,
પરંતુ એ આપણો સાથ આપવા હંમેશા આપણી સંગાથે ઊભી પણ રહે છે.
એ કોમળહ્રદય પણ છે, એ કઠોરહ્રદય પણ છે,
એ રૂપ માઁ ભવાની નું પણ છે, એ રૂપ માઁ સરસ્વતી નું પણ છે,
એ દીકરી છે, માઁ છે, બહેન છે, મિત્ર છે,
એ કોઈની અર્ધાંગીની પણ છે,
એ જનની છે, એ સંગીની છે,
એ પોતાની જાતને દરેક સંબંધોમાં ખપાવી દે છે,
એ છે તો આપણે છીએ, એ નથી તો કોઈ નથી,
એ એક "મહિલા" છે, અને એમનું સન્માન કરો.....

Dedicated to my all Women friends...
Happy #InternationalWomensDay...

-: વિશ્વ મહિલા દિવસ ને વીથ મોરી ચા... 😊😊 (1)

ચલો વિશ્વ મહિલા દિવસ ની આજની છેલ્લી ને થોડી વધુ પ્રમાણમાં "કડવી" મોરી ચા....

એમ થતું હતું કે, આજે બધા લોકો એક વિશેષ દિવસ માત્રને અનુલક્ષીને સ્ત્રીને માન સન્માન આપવાનું કહી રહ્યા છે. આ એક ઉત્તમ બાબત છે. પરંતુ વાસ્તવમાં આપણે આ દિવસને બાદ કરતાં જોઈએ તો એક મનમાં ખૂંચે એવો સવાલ ઉઠતો આવે છે.

શું હકીકતમાં આપણે સ્ત્રીનું સાચી રીતે સન્માન કરીએ છીએ..??
જવાબ છે... "ના"... હા "નહીં"... જ

એનું સીધુ ને સરળતાથી સમજી શકાય એવું કારણ એ છે કે, સાલા અપશબ્દો ની શરૂઆત પણ આપણે એક સ્ત્રીના પાત્રને અનુસંધીને કરીએ છીએ. સબંધ ભલે ગમે તે હોય, પણ સ્ત્રીનું સાચું અસ્તિત્વ એના માતૃત્વ માં જ છે. વધારે સંબંધો તો આપણે બનાવ્યા છે. બહેન, મિત્ર, અર્ધાંગીની, સંગીની, જે હોય તે. પણ હકીકતમાં આપણે એનું સાચું સન્માન કર્યું જ નથી. હા... આ બાબતે વાદ વિવાદ હોય, પરંતુ એટલું તો ચોક્કસ છે કે, એ આપણી "પૂરક" છે, ને "પ્રેરકબળ" પણ છે. પદાર્થને ગતિમાન કરવા માટે જેમ તેને પૂરતું પ્રેરકબળ આપવું પડે છે. ને એના માટે પૂરક સાધન પણ જોઈએ, એમ આ બન્ને કાર્ય મારા અને આપના જીવનમાં વધારે પડતું એક સ્ત્રી જ કરે છે

હોય છે, કેટલીક જવાબદારી ના ઉઠાવતી સ્ત્રીઓ કે જે પોતાના આભાષી સ્વપ્નમાં રહીને આઝાદી ની માંગ કરે છે. દારૂ, સિગારેટ, ને ઘણા બધા વ્યસનો ના લક્ષણ આ આઝાદી ની માંગ કરતી સ્ત્રીઓ માં જ જોવા મળે છે. તો મને એમની આ આઝાદી પર એક નિર્દોષ સવાલ ઉઠે છે કે, "નગ્નતા સ્ત્રીઓનું સન્માન કે અપમાન"..???
જો અપમાન હોય તો સ્ત્રીઓ નાના/અશ્લીલ કપડાં પહેરીને પોતાનું અપમાન કેમ કરે છે.? અને જો સન્માન છે તો આપણે સ્ત્રીઓના કપડાં કાઢીને એમનું સન્માન કરવું જોઈએ ને..?? આ ભારત છે, બળાત્કાર ની ઘટનાઓ તો સાલી હવે રાબેતા મુજબની એક પ્રકારની જાહેર ખબર હોય એવી બની ગઈ છે. જો બળાત્કાર થાય તો સ્ત્રી પોતે જ કહે છે કે, મારી આબરૂ લૂંટાઈ ગય... કેમ કારણ કે, આપણે જ માનીએ છીએ કે, સ્ત્રીનું શરીર જ એની આબરૂ છે. તો આજે એજ સ્ત્રીઓ વધુ ને વધુ અશ્લીલ કપડાં પહેરીને પોતાની આબરૂ કેમ લૂંટાવે છે..??

સ્ત્રી મનોરંજન નું સાધન નથી. પરંતુ આજે વાસ્તવમાં સ્ત્રીઓએ પોતાની જાતે જ પોતાને એક મનોરંજનનું સાધન બનાવી લીધું છે. મારા વિરોધનું કારણ એમનાં કપડાં નથી, પરંતુ એની પાછળ રહેલી અશ્લીલતા છે.

સ્ત્રીની ઓળખ એના ચરિત્ર પરથી થાય છે. ને દુનિયા સ્ત્રીનું ચરિત્ર ગમે તેવું આંકી શકે છે, ને આંકે પણ છે જ, મારી નજરે સ્ત્રીનું એક જ ચરિત્ર છે. "માતૃચેતના". કદાચ જો બહેન પોતાના નાના ભાઈ ને રમાડી રહી હોય તો એક બહેન કરતાં મારી નજરે એમાં માતૃવાત્સલ્ય નો ભાવ વધુ છે. પતિ પત્ની ના પ્રેમ ની ઉપેક્ષા આજે પણ અવિરત પણે થાય છે.

સ્ત્રીને આપ "વેશ્યા" કહીને બોલાવજો, તો પણ એને કદાચ દુખ નહીં થાય. અને કદાચ એકવાર "વાંઝણી" કહીને બોલાવજો. એનું અંતરઆત્મા ત્યારે તરત જ તુટી જશે. આ છે એની "માતૃચેતના" ....
આશા છે કે, સ્ત્રીએ એક સાધન માત્ર નથી એ વાત આપ સમજી શકશો.

એ આપણી 'પૂરક' છે એટલે એનું સન્માન ચોક્કસ થવું જ જોઈએ. જે વાસ્તવમાં આપણે બધા સૌ માંથી વીસ ટકા જેટલું પણ નથી કરતા.

બાકી, પહેલાં કહ્યું તેમ. જો આપણાં અપશબ્દો પણ એમના ઉચ્ચારણ થી શરૂ થતાં હોય તો વધારાની હકિકત શું છે તે હું ને આપ બન્ને સરખી રીતે જાણીએ જ છીએ. સ્ત્રીનું એક માઁ હોવું જ આપણી માટે પૂરતું છે. કદાચ એ ગમે તે પદ પર જાય, આખરે તો એ એક માઁ જ રહે છે. ને એ આખી સૃષ્ટિ નો આધાર છે....

મારા ને આપણા બન્ને મા "મગજમાં ઘર કરી ગયેલી વિકૃતિ" ને બાજુમાં કાઢીને સ્ત્રીને "માઁ" સમાન ગણીએ, તો એને તો જ આ વિશ્વ મહિલા દિવસ સાર્થક રહ્યો ગણાય...

-: વિશ્વ મહિલા દિવસની છેલ્લી પોસ્ટ ને વીથ મોરી ચા...

4 comments: