...અઘોર બળતી ચિતાઓને જોઈને મસ્ત ભાવમાં ચિલમ ફૂંકી રહ્યો હતો, ત્યાં જ 'મહાદેવની સામે...જે સ્મશાનના રાજા અને સંહાર થી સર્જનના જનક છે...!!! અઘોરની મસ્તી કોઈની વેદનાનો ઉપહાસ નહોતી, એ તો મુક્તિના આનંદમાં એક વધુ ની પ્રતિક્ષા કરી રહ્યો હતો...!!! એને ખબર છે કે, 'વગર મૃત્યુંએ મોક્ષ સંભવ નથી ક્યારેય...!!!'
.
...દુર ક્યાંક, માટીનું પૂતળું માટીમાં વિલિન થવાની પ્રતિક્ષામાં અરથી પર સૂતેલું હતું...!!! પરિજનોના સંતાપ અને હૃદયને ચીરી નાખવા વાળા ક્રંદન આ વાતને નહોતાં સમજી રહ્યાં કે દાન, અભિમાન, શક્તિ બધું માટીમાં મળ્યું હતું, 'જે ઈશ્વર મનુષ્ય રૂપમાં આવ્યાં, એ પણ માટીમાં મળીને જ પરત ફર્યાં હતાં...!!!'
...પ્રેમ, સ્વાર્થ, સાનિધ્ય, મમતા...બસ ક્ષણ ભરમાં બિડાયેલી આંખો અને શિથિલ શરીરને લાશ બનાવી દે છે, કેમકે હવે આ ભાવો ને પૂરા કરવા માટે ના તો શરીર ઉઠશે ના આંખ ખૂલશે, હવે એ શરીર બસ માટીનું પૂતળું ભર છે, જે માટીમાં ભળશે...!!!
...મમતા છાતી પીટીને રોશે, ....કેમ ના રોવે, જેને નવ માહ ગર્ભમાં રાખીને એને જીવન આપ્યું હોય, એની માટે માત્ર શરીરની મૃત્યું નહીં, બલ્કે એના પણ અંગની મૃત્યું છે, જેની બાદ એણે બસ એક લાશ ની ભાંતિ જીવવું પડશે, જેની આંખો આંસૂઓ માટે ખુલશે, હૃદય પીડા માટે ધળકશે અને સ્મૃતિ બસ યાદોમાં ડૂબી જવા માટે...!!!
...પત્નીએ તો હાથ થામેલો રાખ્યો હતો, આ જીવનચક્રના પ્રવાહમાં બન્ને સાથે હતાં એની નાવ ડુબી ચુકી હતી, નાવિક શિથિલ હતો, આખરે પતવાર ક્રંદન ના કરે તો શું જ કરે ભલાં...!!! હવે એ પતવારને જ તો નાવ, માંઝી બધું બનવાનું હતું, કેમકે ભલે ને અડધું શરીર મૃત થઈ ગયું હોય, પરંતુ એના અંશ તો હવે નાવ પર બેસીને માઁ ને જ જોશે જ્યાં સુધી કિનારે ના લાગી જાય...!!!
...બાળકોનું રડવું તો સર્વકાલિક નહીં રહે, "જીવન બહુ બધી ખુશીઓને એટલાં માટે આપે છે કે અતીતની રિક્તતાને ભરી શકાય", પરંતુ એ યાદ તો સર્વકાલિક રહેશે, 'જ્યારે પિતાના ખોળામાં બેસીને એને લાગતું હતું કે હવે એ દુનિયાના સૌથી મોટા યોદ્ધાની નીચે સુરક્ષિત છે...!!!'
...પરિજન, હવે મૃતકને 'સારાઈનું પુતળું બનાવશે, "મૃત્યુંનો પ્રવાહ મોટા મોટા ડાધ ને ધોઈ નાખે છે, તમામ ભુલોને માફ કરી દે છે અને દેવતાં બનાવી દેવાનો છે મૃતક ને...!!!"
...અઘોરે જોરથી ચિલમ ફૂંકી, કેમકે દરેક ક્રંદનની પરૈ મૃતકની આખરી મંઝિલ એનો બસેરો સ્મશાન જ છે...!!!
...જ્યાં, મુખમાં આગ દેતાં જ, પુત્ર ભાવશૂન્ય થઈને બેઠો હતો, સાથે આવેલાં લોકોમાં કોઈ મુખ પર, કોઈ પગ પર, કોઈ આંતરડી પર વાંસનો પ્રહાર કરી રહ્યું હતું...કરે પણ શું કામ નહીં...??? સમાજના દાયિત્વમાં ચિતાને જલ્દી બાળી નાખવી પણ એક દાયિત્વ છે, તમામ એક ખાનાપૂર્તિ લાગે છે, બસ વેદના તો ત્યાં રહેશે જેને શરીરથી મોહ હતો...!!!
..."અગ્નિ પણ કેટલી પવિત્ર છે, જ્યારે મંદીરના દીવામાં મદ્ધિમ મદ્ધિમ જલતી હોય તો બહુ સૌમ્ય દેખાય છે, જ્યારે ચિતાની અગ્નિમાં સળગે તો એટલી જ ભયંકર, અગ્નિ પોતાના ઉપદેશને ક્યારેય નથી ભૂલતી, એણે તો બસ સળગાવીને ભસ્મ જ અવશેષ છોડવાની છે, જે દરિયામાં વહીને વિલિન થશે અનંત સાગરમાં એક નવી જ્યોતિને જલાવવા...!!!"
.
...હવે શમશાનમાં કોઈ ના હતું, થોડી લૌ ના અંગારાથી અઘોરે ચલમ સળગાવી અને ત્યારે એને કોઈએ પાછળથી અવાજ દીધો, હવે એવો જ અઘોરનો ચહેરો અજનબીએ દરીયાના પાણીમાં જોયો, જેવો ક્યારેક અઘોરે પોતાના ગુરુનો જોયો હતો...!!!
...અઘોરે જોરથી 'અલખ નિરંજન' બોલીને અટ્ટહાસ્ય ભર્યું નૃત્ય કર્યું, કેમકે મૃત્યું હવે તેને મોક્ષ આપવાની હતી, જે ચહેરો એને એના ગુરુએ આપ્યો હતો, હવે એ ચહેરાનો ઉત્તરાધિકારી આવી ચુક્યો છે...!!!
#અલખ_નિરંજનનનનન....!!! 🚩🙌