Wednesday, 16 March 2022

...ભારત દેશની સૌથી મોટી કમનસીબીનો અંદાજ તમને આવતો હોય તો એ કઈ બાબત ખબર છે તમને...!!!🤔

કમનસીબીનો અંદાજ....મૂઢતાં...?!?!?! 
...ના... ના...!!! સન ૪૭માં ભારત દેશ આઝાદ થયો, એની કમનસીબીનો અંદાજ આવતો હોય તો એ ક્યો આવે તમને...??? 🙌🤔
એક ઈન્ટરેસ્ટિંગ વાત કહું તમને, જે કોઈ એનાલિસ્ટ નહીં લખે, કેમકે કોઈને અક્કલ નથી એટલે. હવે એ બહુ ન્યુટ્રલ વાત છે. ભારત દેશે કોઈને કોઈ સમસ્યાથી લડતું રહેવું પડ્યું છે, સન ૪૭માં આઝાદ થયું ત્યારથી...!!! ભૂખમરો હોય, કૃષિ ઉત્પાદનો ના હોય, ગરીબી, આદી-ઈત્યાદી...!!! 
બાદમાં પ્રધાનમંત્રી નવરત્નોનું નિર્માણ કરે, રાષ્ટ્ર ઘડતર માટે કામ કરે, ફલાણું કરે... ઢીકણું કરાવે. પછી પાકીસ્તાન વખતેના યુદ્ધ પછી કહેવું પડે... ચલો એક કામ કરો... એક ટાઈમ જમવાનું છોડી દો.. પછી આવેલાં પ્રધાનમંત્રીએ પાકિસ્તાન માંથી એક અલગ પાકિસ્તાન કરીને, હવાલે આવેલાં ૯૩ હજાર હારેલાં સૈનીકો આવ્યાં છતાંય અવેજમાં એ સમયે "કરતારપૂર કોરીડોર" ના લઈ શકે...!!! કશ્મીરની સમસ્યાનો અંત ના લાવી શકે, અને "શિમલા કરાર પર ઓટોગ્રાફ" આપીને પોતાના જ હાથનાં કાંડા કાપી નાખે. પછીના પ્રધાનમંત્રીને અક્કલ જ નહોતી, બધું સ્વદેશી-વિદેશી કરીને બંધ કરી દીધું હતું. પછીના પ્રધાનમંત્રી ઈન્દીરા, એમણે સોશિયાલિઝમ ને નામે દેશની ઘોર ખોદી નાખી, પછીના પ્રધાનમંત્રી એટલે રાજીવ ગાંધી... એટલે ચમનો ક્રોનોલોજીમાં નથી જવાનું... યાદ્દાશ્તના પરિવૃતમાં જઈને ચક્કર મારો...!!! પછીના પ્રધાનમંત્રીને તમામે તમામ વિદેશી તાકતોથી ડરતાં રહેવાનું, ફરી કન્ટિન્યુઅસ્લી કોઈ અજ્ઞાત સાથીદારોના ભ્રષ્ટાચાર, અથવા તો એમનાં બળવાઓ માંથી બહાર ના આવે... પછીના પ્રધાનમંત્રી જાતિવાદ વકરાવે "મંડલ કમીશન" લાવીને... પછીના પ્રધાનમંત્રી દેશને ઉદારવાદી કરી નાખે, બીજી બાજુ ફોકસ જ ના હોય... આ શું ચાલી રહ્યું છે...??? બાદના પ્રધાનમંત્રી જાણે સાવ એક્સિડેન્ટલ હોય... પછીના પ્રધાનમંત્રી જે છે... એ બેઈઝીકલી "નહેરુવીયન કોન્સેસનેસ"ને માનનારો હોય... તો સમજીએ કે, એના મોટા મગજમાં આધુનિક ભારતનું સ્વપ્ન હોય, રસ્તા-ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ હોય, ને માથેથી "કારગીલ" થાય...!!! પછીના પ્રધાનમંત્રીને ઈકોનોમીની કંઈ ભાન નથી પડતી, એટલે જે જેમ સમજ્યા કરે... તેમ કર્યાં કરે... એવી રીતે ચાલ્યું...!!! આ તમામની ભીતર ઊડીને આંખે પડતી કોઈ એક રસપ્રદ ઘટના છે...!!! 
જ્યારે-જ્યારે દેશને કોઈ સંકટનો સામનો કરવાનો આવ્યો, ત્યારે એ દેશના એ પ્રધાનમંત્રીઓ બે હાથ જોડીને આગળ નીકળી ગયાં, ને કહ્યું, આ રાજ્યોનું કામ છે, આ ફલાણાં ડિપાર્ટમેન્ટનું કામ છે, આ ઢીંકણી સંસ્થાનું કામ છે.... ક્યારેય સમસ્યાઓની સામે જવાબદારીપૂર્વક પોતે દેશના વડા છે, એમ કરીને ઊભાં રહ્યાં નથી... ઈન્ક્લુડીંગ વાજપેયી પણ...!!! 
ભારતે સન ૧૪માં જે પ્રધાનમંત્રી મેળવ્યો. એ પ્રધાનમંત્રી કોરોના આવે ત્યારે, એમ નથી કહેતો, કે આ સ્ટેટ સબ્જેક્ટ છે... તમે તમારી રીતે ફોડી લો... એ પોતાની જવાબદારીએ લોકડાઉન કરે છે, ચીન આવીને ઊભું રહે તો માથે જઈને ઊભો રહે છે. ચીન સામે આટઆટલી ક્રાઈસીસ હોવાં છતાં પણ, દરેક વખતે પોતે પણ જવાબદારી લે છે...!!! 
હવે આના બેકગ્રાઉન્ડમાં થોડાં જઈએ, જે પર્ટિક્યુલર વિષય છે એનાં... સન ૮૬-૮૭માં આતંકવાદનો આરંભ થયો...સાવ નાનો.. નાનો...!!! જે પાકિસ્તાન સ્પોન્સર્ડ હોય છે. એક્સ્પોર્ટ બાય "જીયા ઉલ હક", જીયા ઉલ હકે ઓપરેશન "ટોપાક" (Topac) જે બનાવેલું, એના અન્વયે એ પ્લાનીંગ કરવામાં આવ્યુ. હવે એને સમજવા પાછું આપણે દાયકા અગાઉ જવું પડશે, ડીટેલમાં સમજવા માટે...!!! સન ૭૭-૭૮ની અંદર અફઘાનિસ્તાન પર રશિયાએ હુમલો કરીને ક્લેપ્ચર કર્યું. એ વખતે એજ વર્ષોમાં ઝુલ્ફિકાર ભુટ્ટો કરીને પ્રધાનમંત્રીને ફાંસીએ લટકાવીને, જીયા ઉલ હક "તાનાશાહ" તરીકે તખ્ત પર બેસી ગયાં પાકિસ્તાન ના...!!! અમેરિકાની CIA એ પાકિસ્તાનની ISI ની સાથે સાંઠગાંઠ કરીને "મુજાહિદ્દીન" નો જન્મ આપ્યો, રશિયાની સામે લડવા માટે...!!! હથિયાર સપ્લાયથી માંડીને ફંડ સપ્લાય આદી-ઈત્યાદી તમામ બાબતો... તમને દુઃખ થાય તો સહન કરી લેજો, સન ૮૫ના દૌરમાં પાકિસ્તાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં સૌ ગણું સારૂં હતું. આ સ્ટ્રેઈટ-સીધું છે. આમાં કોઈ ચર્ચા ના કરજો. કેમકે અમેરિકાએ બનાવેલું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું પાકિસ્તાનનું... અમેરીકાની જેટલી પાવરફૂલ ફોન લાઈન હોય, એટલી જ પાકિસ્તાનની હતી... આપણી લાઈન ઝીન્દાબાદ પણ નહોતી. ડબલાં ડુલ થઈ જતાં હતાં...!!! સન ૭૮-થી-૮૮ના દાયકાં દરમિયાન જે સોવિયેત એન્ડ મુજાહિદ્દીન વોર ચાલી અફઘાનિસ્તાનમાં, એમાં એમને ટ્રેઈન કરવામાં આવતાં હતાં ફન્ડેડ બાય અમેરિકા, આર્મ્સ સપ્લાય બાય અમેરિકા...!!! હવે રશિયા અંદરથી તૂટી ગયું હતું. એની સમજણ જ્યારે "યૂરી એન્ડ્રોપોવ" બાદ...'કોન્સ્ટેન્ટિન ચેરનેન્કો' રશિયન લીડર તરીકે છોડીને ગયાં..."મિખાઈલ ગોર્બાચોવ" સમજી ગયો હતો કે, આ "કોલ્ડ વોર" આદી-ઈત્યાદીનો કોઈ મતલબ નથી...!!! કોઈ જગ્યાએ આવા 'નોનસેન્સ'માં રહેવાય નહીં...!!! બાદમાં સોવિયેત યુનિયનનું વિઘટન થયું, એની પીંજણ માંથી નીકળી ગયાં એમાં આઠેક દેશો જતાં રહ્યાં...!!! 
હવે રશિયા બ્રેડ ખાવા માટે ડિપેન્ડેડ હતું અમેરિકા પર, આ વાત છે સન ૮૯ની..!!! જ્યારે બર્લિનની દિવાલ તૂટી, જ્યારે ભારતમાં રાજીવ ગાંધી ચુંટણી હારી ગયો હતો. ત્યાં સુધીમાં મુજાહિદ્દીનોને કાઢી-કાઢીને આતંકવાદ ચરમે પહોંચાડી દેવામાં આવ્યો હતો. એજ ટાઈમે "વી.પી.સિંહ" નામના માણસને પ્રધાનમંત્રી પદે બેસીડી દેવામાં આવ્યો હતો. એમણે પહેલી મુવ એ રમી..."હિન્દુસ્તાનના ઈતિહાસમાં કેન્દ્રીય કેબીનેટ હોમમિનિસ્ટર કોઈ મુસલમાનને બનાવવામાં આવતો નથી", આ એક જ એક્સેપ્શન છે...!!! જે 'મુફ્તી મોહમ્મદ સઈદ' ને હોમમિનિસ્ટર બનાવવામાં આવ્યો, સૌથી મોટું "બ્લન્ડર" આ થયું...!!! બીજું સન ૮૭માં "ભાઈબંધ" ને જીતાડવા માટે, રાજીવ ગાંધીએ ઈલેક્શનમાં ઈલેક્શન કમીશન સાથે ઈલેક્શન સેટીંગ કર્યું, અને 'ફારૂક અબ્દુલ્લા'ને ચીફ મિનિસ્ટર બનાવ્યો...!!! વાત એટલી જ હતી કે, જે અલગાવવાદી તત્વો હતાં, સેપ્રેટિસ લોકો હતાં, શબ્બીર શાહ આદી-ઈત્યાદી...!!! એ લોકો ચુંટણી લડવા માંગતાં હતાં. એ લોકોને કારણે ફારૂક અબ્દુલ્લાને જીતાડી દીધો....!!! એટલે હવે આ મુજાહિદ્દીનોએ આર્મીના હથિયાર ધારણ કરીને "આઝાદી" ની લડત ચાલું કરીએ...!!! જેમનો લિબરેશન ફ્રંટ બન્યો "JKLF", 'યાસિન મલિક' જેવા લોકો...!!! 
હવે આ બધું જ સાથે ચાલતું હતું, ને એમાં પ્રધાનમંત્રી એટલો મહાન... કે, આખા દેશને હલાવી નાખે એવા " મંડલ કમીશન"ની ઈમ્પલીમેન્ટ કરી... એટલે આખા દેશમાં આગ લાગી 'રીઝર્વેશન'ની...!!! 'રાજીવ ગૌસ્વામી' નામના વિદ્યાર્થીએ તો, દિલ્હી યુનિવર્સિટીના ગેટ પર પોતાની જાત ઊપર કેરોસીન નાખીને આત્મદાહ કરી લીધો હતો...!!! હિન્દુસ્તાન આખું ભળકે બળ્યું હતું રીઝર્વેશનના કારણે... આ તકનો લાભ લઈને પેલા લોકોએ અલગાવવાદની હરકતોં એટલી બધી વધારી દીધી હતી કે, એ લોકો જ્યાં-ત્યાં, ગમે-તેને ઠોકતાં હતાં...!!! એટલે આમણે "જગમોહન" ને મોકલ્યો હતો ગવર્નર તરીકે રાજીવ ગાંધીએ, થોડાં પગલાંઓ તો લીધાં, એવા બધાં આક્ષેપો થયાં કે સંઘી છે, RSS નો છે. આવા બધાં આક્ષેપોમાં રાજીવ ગાંધીની સત્તા ગઈ, ને વી. પી સિંહ આવી ગયો હતો. ૧૯ જુન આવી ત્યાં સુધીમાં પ્રથમ મુજાહિદ્દીન આવી ગયાં હતાં, અફઘાનિસ્તાનનું યુદ્ધ-મુવમેન્ટ પૂરી થઈ ગઈ હતી એમના માટે...!!! તો આ જે એસેટ્સ હતી, એમનું શું કરવાનું...??? એટલે એ લોકોએ એમને પાકિસ્તાન માંથી કશ્મીરમાં ધકેલ્યા, કાશ્મીરમાં પાકિસ્તાનનો 'રૂપિયો' પણ ચાલતો થઈ ગયો હતો...!!! ફિલ્મમાં જે સીન દેખાડે છે ને, એ દૌર સુધી પાકિસ્તાની કરન્સી ચાલતી હતી ત્યાં. હવે આ બધ્ધું જ થયું, ત્યારે હિન્દુઓએ 'પલાયન' કરવું પડ્યું હતું, ત્યારે ભારતના પ્રધાનમંત્રી જોડે જે રીઝર્વેશન વાળો ઈશ્યુ પડ્યો હતો, એ કરવા સિવાય બીજો કોઈ 'ટાઈમ' નહોતો...!!! એટલે ભારતના કોઈપણ પ્રધાનમંત્રીએ, એક સમયે, કોઈ એક જ ઈશ્યુ ડીલ કર્યો છે...!!!
.
હિન્દુસ્તાનના નસીબ સારા કે ખરાબ, જે ગણો તે...!!! પ્રાઈમ મિનિસ્ટર મોદી નામનો માણસ એવો છે. કોરોના સામે, ચીન સામે, મહારાષ્ટ્રમાં મારેલાં 'પીઠ પાછળના ખંજર' સામે, "બંગાળની બાઈ"ઓ સામે, આ બધાં સામે, એકલાં હાથે લડી શકે છે. તમામ મોરચે જવાબદારી લે છે. એ એવું નથી કહેતો કે આ સ્ટેટનો સબ્જેક્ટ છે, એ જવાબદારી લે છે બતૌર પ્રધાનમંત્રી તરીકે...!!! અને છતાંય આખી ફિક્શનની અંદર કાંઈ પણ થાય, નરેન્દ્ર દામોદરદાસ મોદીને પુછવામાં આવે છે...!!! આ જે સ્થિતિ ઊભી કરી ને...!!! એ આ દેશ સન ૪૭થી કરી શકતો હતો...!!! દરેક વખતે આપણાં પ્રધાનમંત્રીઓએ ક્રાઈસીસની અંદર જવાબદારીઓ બીજાઓ પર ઢોળી છે. અને આ એક જ માણસ એવો છે, કે જેણે જવાબદારીઓ "હેડ ઓન" લીધી હોય... સફળ જાય કે નિષ્ફળ... એ બીજા નંબરનો મુદ્દો છે...!!! મૂળ વાત એ છે, કે, પ્રધાનમંત્રી કેવો હોવો જોઈએ ને... એની વ્યાખ્યામાં આ માણસ ફીટ બેસે છે...!!! બાકીના બધ્ધાં...ઈન્ક્લુડીંગ વાજપેયી પણ..."પોણીંયા" હતાં એ બાબતમાં...!!! કારગીલ યુદ્ધ જીત્યાં પછી "આગ્રા મંત્રણા"ઓ કરવાની જરૂર નહોતી...!!! એ પણ અમુક બાબતોમાં અલગ આઈટમ હતી... રાઈટ...?!?!?! 
તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે... એક બીજી બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ...!!! જ્યારે આ લોકોની સરકાર હતી બીજેપી થી સંચાલિત, બીજેપીના 'ટેકે' ચાલતી હતી, 'અગ્યિાર મહીના' માટે...!!! ત્યારે એક માણસ એવો હતો, જેત્યારે બીજેપીની સાથે ઊભો નહીં રહીને... કશ્મીરના "લાલ ચોકમાં" તિરંગો લહેરાવવાની પ્રતિજ્ઞા લઈ બેઠો હતો... બાદમાં પૂરી કરીને જ જંપ્યો હતો...!!! એનું નામ નરેન્દ્ર મોદી હતું...!!! 
સમજો તમે...!!! હવે આટલી બધી મેટરો છે...!!! અને એટ અ સેન્ટેન્સ, ભારત દેશની કમનસીબી છે, જે અત્યારે પાકિસ્તાન કટોરો લઈને ભીખ માંગે છે... એવી હાલત હતી...!!! ૨૦ ટન સોનું મુકેલ ભારતે...!!! આટલાં ઈશ્યું હતાં...!!! કશ્મીર "ઘટ્યું" ત્યારે... જે લોકો આજે એમ કહે છે ને, કે, કશ્મીરી હિન્દુઓ સામે કોઈએ જોયું નહીં...!!! તો ભાઈ આ બધાં બુદ્ધિજીવીઓ જોડે આટલાં ઈશ્યુઓ હતાં... તો સમજાય છે આખી વાત ને...??? માથેથી એ લોકો એવું "બહાનું" પણ કરી શકે, કે યાર ૮૦ કરોડનો દેશ... અને ૫ લાખ ની સામે કેવી રીતે જોઈએ...!?!?!? આવા 'ઉત્તરો' મળી શકે તમને...!!! 
કોઈપણ "મૃત્યું" હિન્દુ-મુસ્લીમ-શીખ-ઈસાઈ-પારસી-જૈન આદી-ઈત્યાદી...કોઈપન વ્યક્તિનું મૃત્યું લોકતંત્રની અંદર કમભાગ્ય જ કહેવાય...!!! એમાં પેલી વાત હોય જ નહીં, કોમ્યુનાલિઝ્મ ની...!!! "ભારત દેશ, ભારત દેશની સરકારો...નિષ્ફળ ગઈ છે...!!! કશ્મીર, અને કશ્મીરી હિન્દુઓની બાબતે...!!!" પણ એ 'નિષ્ફળતા ની શરૂઆત ૩૭૦, અને ૩૫A ની કલમ નાખી ત્યારથી થઈ છે ભાઈ...!!! આ બહુ જ લાંબો ઘટનાક્રમ છે. આ એવું નથી, કે કોઈએ કોઈનું મર્ડર કરી નાખ્યું, કોઈએ કોઈના પર બળાત્કાર કરી નાખ્યો, અને ભીડ઼ તમાશો બનવા ભેગી થઈ ગઈ...!!! આ એવું નથી બોસ... બહું જ લાંબુ છે...!!! 
જેમ ગુજરાતની અંદર મુસલમાનોને ધિક્કારે છે શું કરવાં ગુજરાતીઓ...?!?!?! એનું કારણ આજ સુધી કોઈ હિસ્ટોરીયન શોધી શક્યો નથી...!!! મુસલમાન જોડે ધંધો-વ્યવહાર આદી-ઈત્યાદી બધું કરશે. પણ મુસલમાનોને માથે નહીં બેસાડે...!!! અપવાદ રૂપ બે-ત્રણ મિંયાઓ આવી ગયાં 'અમદાવાદના લતીફ' જેવા ઠીકરાઓ... એ અલગ વાત છે...!!! સૌરાષ્ટ્રમાં સરમણ મુંજા જેવા જાતિ/જ્ઞાતિવાદીનું... એવું હતું...!!! 
પણ ગુજરાતીઓની કંઈક વિચિત્ર માનસિકતા છે...!!! સૌથી વધુ "સ્કીમો" ગુજરાતે બહાર પાડી છે...!!! આખા ભારતમાં ક્યાંય પણ મુવીની ટિકીટ દેખાડે... એને આટલાં ટકા ડીસ્કાઉન્ટ... અથવા તો મુવીની ટીકીટ સ્પોન્સર કરવી, આદી-ઈત્યાદી...!!! "ગાંડીનાવ છે ગુજરાતીઓ...!!! એમની પીન ચોંટે એટલે ઉખાડીને ફેંકી દે આખી દુનિયાને...!!! આપણે તો ગુજરાતીઓએ વિચારવાની જરૂર જ નથી પડતી...!!! પણ "સમષ્ટિ"...!!! એટલે કે, જેને આપણે જોઈએ... કે, દરેકે દરેક બાબતની અંદર "સ્પષ્ટ" રહેવું, પ્રધાનમંત્રીએ જવાબદારી લેવી જોઈએ...!!! દરેકે દરેક જવાબદારીઓ લેવા વાળો પ્રધાનમંત્રી આપણે નહોતો જોયો...!!! 
એટલે... મૂળ મુદ્દો શું છે...??? કે, આ ઘણાં બધાં ઈશ્યુઓ હતાં એ વખતે. સન ૯૦ના દાયકામાં કશ્મીરી હિન્દુઓ માટે...!!! ગુજરાતમાં રહેતાં લોકો માટે ઈશ્યુ હતાં કે, મંડલ કમીશનને કારણે નોકરીઓ ક્યાંય નહોતી...!!! ભારતની ઈકોનોમી તૂટી પડી હતી, આપણું ૨૦ ટન સોનું ગિરવે મુકેલું "બેંક ઓફ ઈંગ્લેન્ડ" માં...!!! પાકિસ્તાન અમેરીકાની ખોળે બેસેલું હતું. રશિયા દર વખતે તમારો બચાવ કરતું હતું... એ રશિયા તૂટી ગયું હતું...!!! તમારા "મસિહા" જ તૂટી ગયાં હતાં, એટલે તમે કોની સામે જોવાના...?!?!?! પછી શ્રીલંકાનો આતંકવાદ... અને આ બાજુ કશ્મીરનો આતંકવાદ...!!! 
સૌથી મોટી કરૂણા એ છે કે, ભારતની રાજીવ ગાંધી સરકારની, શ્રીલંકાની સરકાર સાથે સમજૂતી થઈ કે, ભારતના જ સૈનિકોને "તમીલ ટાઈગર્સ" (LTTE) સામે લડવા માટે. અને ભારતના લગભગ ૧૨૦૦થી વધુ સૈનિકો "મરી ગયાં"...!!! આને "વોર ક્રાઈમ" કહેવાય પ્રધાનમંત્રીએ કરેલ...!!! દેશ બીજાનો, એમાં પાછી એમને ત્યાં બબાલ, એમાં આપણે શું કામ મોટા થવાની જરૂર હતી...??? અને આપણાં જ ભાઈઓ સામે લડવાનું...??? તમીલ ભાઈઓની સામે...??? એમાં તો જીવ ગુમાવ્યો રાજીવ ગાંધીએ...!!! સમજો છો તમે...??? ઘણાં બધાં મુદ્દાઓ છે...!!! 
આમ સરવાળે મુદ્દો નથી, કે હું રાજકોટમાં રહું છું, કોઈએ મારા પર હુમલો કર્યો, અને મારી ફરિયાદ કોઈએ સાંભળી નહીં...!!! ઘણાં બધાં વૈશ્વિક પ્રશ્નો હતાં. પણ... અગેઈન...!!! "જો તમે દેશ ચલાવો છો, તો તમારા 'ફોકસ' માં આખો દેશ હોવો જોઈએ...!!! જે ફોકસમાં દેશ નહોતો, એની કિંમત કશ્મીરી હિન્દુઓએ ચુકવી છે...!!!" મીડીયા-પોર્ટલ ચલાવો છો, તો તમારા ફોકસમાં આખો દેશ હોવો જોઈએ, મીડીયા પણ એટલું જ જવાબદાર છે...!!! 
એટલે આ ફિલ્મની કોઈ વાત સાથે હું અસહમત છું એવું નથી. આ ફિલ્મની તમામ વાતો સાથે સંપૂર્ણ સહમત છું. નરેન્દ્ર મોદી હતો, ત્યારે યાસિન મલિક જેવા 'તિહા઼ડમાં સડે' છે. આટલામાં સમજણ પડવી જોઈએ. અલગાવ વાળાને કાયદેસર ભીખ માંગતા કરી દીધાં છે. અને હજુ તો શું કરશે એની આ લોકોને કલ્પના પણ નથી. ખરેખર આ લોકોને કલ્પના નથી...!!! 
જે લોકો એટલાં ઉત્તેજનામાં આવીને અત્યારે કહે છે ને, કે તાત્કાલિક જસ્ટિસ આપી દો વધેલા પંડીતોને, તરત જ કશ્મીર પરત મોકલી દો, એમને વસાવી દો...!!! તો મોદીને નક્કી કરવા દે યાર...!!! તમે એનાં કરતાં 'હોંશિયાર' નથી, કે તમે એનાં કરતાં 'શાણાં' નથી, અથવા તો તમે એનાં કરતાં 'પાવરફુલ' નથી. જે પાવરફુલ છે...!! એ પોતાની ડેસ્ટીની નક્કી કરે છે...!!! 
અને આ ફિલ્માં એક ડાયલોગ છે ને, જેને આપણે વારેઘડીએ ડિસ્કસ કરીએ છીએ, પોલિટિકલ પાવર છે ને... એ રાષ્ટ્રની ડેસ્ટીની નક્કી કરે છે, તમારા મારા જેવા આદર્શવાદી-સિદ્ધાંતોની વાતો કરવા વાળા નહીં મૂરખાઓ...!!! પોલિટિકલ પાવર માટે ગમે તેટલી સીટોં જીતવી પડે એના માટે "બાય હુક-ઓર-ક્રુક", ભાઈ તારો ભાવ બોલ... અન્યથા ગોળી ખા...!!! આ તાકાત હોવી જોઈએ, જે આ બેયમાં છે...!!! એ લોકો કોઈપણ હદે જઈ શકે છે, કોઈપણ ચૂંટણી જીતવા માટે...!!! કારણ બૌ સરળ છે. "પાવર જશે... તો દેશ જશે...!!!" એટલે એમની પેઢી... જે દેશ બનાવીને જશે અત્યારે, એટલે નવી પેઢી એનું અનુકુલન કરશે, અથવા તો અનુસરણ કરશે...!!! અધરવાઈઝ દેશ નહીં બને બોસ...!!! 
આ મહારાષ્ટ્રના મેટ્રો પ્રોજેક્ટની જે પથારી ફેરવી છે ત્રણ વર્ષથી, બુલેટ ટ્રેન તો તેલ લેવા ગઈ...!!! એમાં બીજા પંદરેક હજાર કરોડનો ખર્ચ વધી ગયો છે. કોઈ ઠેકાણું પડ્યું નથી...!!! ફડણવીસે બે વર્ષમાં ચાલું કરી નાખી હતી. એટલે આવા કિસ્સાઓ સમજવા જોઈએ. તમે લોકો માત્રને માત્ર કશ્મીરી હિન્દુઓના જસ્ટિસનું બુમાબુમ ના કરો. ફિલ્મને સમજો, ફિલ્મ શું સંવાદ કરે છે તમારી સાથે... એ સમજો...!!! 
હવે તમારી બતૌર નાગરિક તરીકેની ફરજો શું છે...?!?!?! 
બસ, આટલાં ઉત્સાહમાં આવીને ભારત માતા કી જૈ, જય શ્રીરામ... આદી-ઈત્યાદી નારાઓ... શેના માટે યાર...!!! કશ્મીરી હિન્દુઓ પર, કશ્મીરી મિંયાઓએ જે કર્યું હોય એની માટે, એ રિસ્પોન્સેબલ નથી... જે તમારૂં "પંચર" બનાવે છે...!!! વધુ કમાવવામાં ક્યારેક ટ્યુબ હાથે પણ ફાડી નાખે છે...!!! એટલે આ એક વાત છે...!!! 
આવા બધાં ઉત્સાહોમાં ના રાખવા જોઈએ. એલર્ટ રહેવું જોઈએ માણસે. સમજવું જોઈએ કે, આ ક્યા કન્ટેન્ટમાં થવું હોવું જોઈએ, એનો સમય-કાળ હશે... આ તો ફિલ્મમાં બતાવ્યું જ નથી...!!! 
ફિલ્મમાં જે "આરી" થી કાપી નાખે છે ને... એની પહેલાં બે જણાંએ એના પર બળાત્કાર કરે છે, અડધું શરીર કપાય ત્યાં સુધી એ બાઈ જીવતી હતી...!!! ઓકે...??? "ગિરિજા ટિક્કુ" એનું નામ. અને ગિરિજા ટિક્કુના સગામાં થાય "આરતી ટિક્કુ"... જે આવે છે ને ઘણીં ન્યુઝ ચેનલોની પેનલ માં... એ આરતી ટિક્કુ...!!! પેલો કિસ્સો નહીં દેખાડ્યો...??? છોકરીને પેશાબ લાગી હોય, ટ્રાંસ્પોર્ટ થતાં હોય છે ત્યારે, જેણે લાશો લટકેલી જોઈ હતી... એ "સુનંદા વશિષ્ઠ" નામની સ્ત્રી છે...!!! જે એ ટ્રકમાં બેઠી હતી...!!! આમાં કોઈ કિસ્સો ખોટો બતાવ્યો છે એવી કોઈ વાત નથી. એણે સંવાદ કર્યો અને સંવાદ કરીને "સત્ય" તમારી સામે મૂકવાનો પ્રયત્ન કર્યો...!!! કે, આ સત્યથી પરિચિત થાવ... એટલે આમાં કોઈ મિંયાવ કે એમના દાણીંયાવ જોડે સંવાદ ના કરાય, અને મજાક તરીકે તો બિલકુલ લેવાય જ નહીં...!!! 
મારી પોસ્ટની અંદર જે ટીપ્પણી કરનારી આઈટમો છે ને...!!! એ તમામ કોમેડીયન થવાને ક્વોલિફાય્ડ છે... બતૌર સ્ટેન્ડઅપ કોમેડીયન...!!! સમજતાં જ નથી... વાતની સિરિયસનેસ શું છે આ વાતની યાર...??? દરેક વાતને કોમ્યુનાલિઝ્મમાં ના લઈ જાવ... મજાકમાં પણ યાર...!!! આપણાં રાષ્ટ્ર માંથી શું ૨૦ કરોડથી વધુ મિંયાઓને કાઢી મુકશો તમે...!?!?!? હાઁ કે ના..???....ના...!!! બસ તો પછી...!!! "સહઅસ્તિત્વ" જે છે... એ સ્વિકારવાનો પ્રયત્ન કરો યાર...!!! 
હું એમ નથી કહેતો, કે મોહનદાસ ગાંધીની જેમ સહન કર્યાં કરો...!!! નો... નેવર...!!! વફ્ફ બોર્ડને બંધ કરાવો, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બંધ કરાવો... આવા ફિરકાઓ બંધ કરાવો...એજ્યુકેશન આવશે એટલે જખ મરાવીને પણ સુધરશે...વાંહે રેલો આવશે એટલે બધાં સુધરશે... આજે નહીં તો કાલે સુધરશે...!!! મારા કેટલાય મિંયાવ મિત્રો છે, જે બતૌર ટ્વિટર ઉપર લખે છે... કે, અમે ફિલ્મ જોવા જવાના, વીથ ફેમેલી કે મિત્રો સાથે...!!! કે આ ઈસ્લામ નથી... આ "જેનોસાઈટ" છે... ભયંકર પશુતા છે...!!! જે પાકિસ્તાને સ્પોન્સર્ડ કરી છે... આવું મિંયા લોકો લખે છે યાર...!!! કેમકે, એમની પણ "ફાટે" ને યાર... કેમ ના ફાટે...?!?!?! આ તો ગાંડી પ્રજા છે...!!! આજ આપણે બધાં હોલમાં બેઠાં હોઈએ... હું-તમે-બધાં પિક્ચર જોવા... અને પિક્ચર પુરૂં થયાં બાદ ત્રણ મીનીટ સુધી અલ્લાહ-હુ-અકબર ની બુમો સતત વાગે...!!! કેમ ના ફાટે તમારી...??? એમ...જય શ્રી રામ... ભારત માતા કી જૈ... એનાથી એમની પણ ફાટે યાર...??? એમ કરીને આપણે સોસાયટીની અંદર બ્લેકમેઈલિંગનું વાતાવરણ ઊભું ના કરવું જોઈએ...!!! "ડર નો માહૌલ" ઊભો ના કરવો જોઈએ...!!! સત્યને સ્વિકારો ને...!!! અને તમારી પ્રાયોરીટી નક્કી કરો...!!! 
(ઈતિહાસને કેમ જાણવો, ભણવોં, વાંચવો, પ્રસ્તુત કરવો... એ એક કળા છે. અને એ કળાનો વિદ્યાર્થી રહ્યો છું... એટલે તથ્યો લખવાનો શોખ ફરી જાગ્રત થયો...!!! વૈદ્યાનિક સુચન એટલું જ...કે, "પનર સૌ" ના લેબલ સિવાયની ટીપ્પણીઓ કરજો... તમે આપેલાં એ લેબલનો કલર હવે ચરમે છે... હવે કાંઈક નવું મોરલ આપજો, જો મગજ હોય તો...!!!)🙌💕😉
 . 
#ઈતિહાસ_આમ_નોંધાય...!!! ☝💕😎🤠😉