...અને "પ્રેમચંદ અને જયશંકર પ્રસાદ" એક કાર્યક્રમો મળ્યાં. પ્રેમચંદે જયશંકર પ્રસાદને ટોક્યાં, કે "પ્રભુ આ જે આટલી" કલિષ્ટ ભાષામાં" આપ લખો છો એનો શું ફાયદો...??? મોટી આબાદીને આ સમજમાં પણ નહીં આવતું હોય." અને જયશંકર બાબુએ ટકેલો જવાબ આપ્યો, "હું રીક્ષાવાળાઓ માટે નથી લખતો...!!!"
જ્યારે આ પ્રસંગનો ઉલ્લેખ સાંભળ્યો હતો તો બહું અજીબ લાગ્યું હતું. જયશંકર પ્રસાદ પસંદીદા કવિ રહ્યાં છે અને આ રીતનો વર્તાવ, વિચારીને પણ ખરાબ મહેસૂસ થઈ રહ્યું હતું. પછી એકવાર નામાલૂમ કોને વાંચ્યા. બકૌલ નામાલૂમ, "હું જે લખું છું એના માટે જવાબદાર છું, એના માટે નહીં કે જે તમે સમજો છો." અને જચ્ચી હતી આ વાત...!!!
કેટલાક દિવસો વધુ વીત્યાં. ફેસબુકનો દૌર આવ્યો. "દૌર નો અર્થ સાફ કરી દઉં, કે જ્યારે દર ત્રીજો વ્યક્તિ સાહિત્યકાર અને દર ચોથો વ્યક્તિ વિચારક થવા લાગ્યો છે." કેટલાંક મારી સાથે થયેલાં અનુભવો જોયાં, કેટલાંક બીજાઓની સાથે થતાં જોઈને ગણિત કર્યું. ખૈર... આ બધી વાતો બાદમાં...!!!
"દરેક માનવીની વૈચારિકી ની નિર્માણની એક પ્રક્રિયા હોય છે." ઠીક એજ રીતે એના વૈચારિક પ્રાગટ્યની પણ પ્રક્રિયા હોય છે. ચરણબદ્ધ પ્રક્રિયા. કંઈ પણ અચાનક નથી હોતું આમાં. કંઈક લખવામાં આવ્યું છે, એની પણ કહાની છે. આ શરૂઆત તો કતઈ નથી, ક્યાંક વચ્ચેની કડી઼ ભર છે...!!!
બધાએ વાંચી હશે એ કહાની. કેટલાક આંધળા લોકો હતાં. હાથીની વિશે ઘણું સાંભળ્યું હતું બધાએ, કે એ મોટો હોય છે. એક દિવસે માલૂમ પડ્યું કે ગામમાં આવ્યો છે. બધાને મહેસૂસવું હતું ભાઈ. કોઈએ સૂંઢ પકડી, કોઈના હિસ્સે કાન આવ્યો, કોઈ પૂંછડી પકડીને રહી ગયાં, કોઈ પગમાં જ અટવાઈને રહી ગયાં. પરિણામ એ થયું કે, કોઈને હાથી સાંપ, કોઈને દોરડું, કોઈને સૂપ, કોઈને કેળાનાં તણા જેવો લાગ્યો...!!!
ફેસબુક પર એ મહેસૂસ થયું, કે અહીં પણ હાલાત એજ ગામ જેવા છે. માત્ર ફેસબુકને જ શું કામ દોષ આપવો....??? બહાર પણ હાલત કંઈ સારી નથી જ...!!!
એક ઉદાહરણ છે. ફરીથી પ્રિય ગાંધીનું જ આપું છું. "ગાંધી હાથી સરીખું વ્યક્તિત્વ." આંધળાઓનાં મુલ્કમાં ઢીંઢોરો પીટાયો કે ગાંધી આવ્યો છે. આંધળાઓ એ ઘેરી લીધો બિચારાને. હવે આગળ થયું એ, કે કોઈને ગાંધી ચરિત્રહીન જાણ પડ્યો, કોઈએ કહ્યું કે ગાંધી તો અંગ્રેજોનો દલાલ, કોઈ બોલી પડ્યાં કે, એ તો "મીંયાવાદી" હતો,ત્યાં જ એક વધુ આંધળાનો અવાજ આવ્યો, કે ગાંધી "એક નંબરનો સાંપ્રદાયિક હિન્દુ હતો." સમસ્યા આંધળાઓની સાથે હતી. કોઈએ ગાંધીને સમગ્ર જોયો જ નહોતો. કોઈએ પૂંછડી પકડીને ગાંધીની પરિભાષા નક્કી કરી લીધી, કોઈએ સૂંઢને જ આખો ગાંધી સમજી લીધો...!!!
હાલમાં જ જ્યારે વિમુદ્રીકરણ ની આલોચના કરતાં ફેસબુક પર કંઈ લખ્યું હતું. હાલને જ નવેમ્બર માની લેવામાં આવે. કેટલાય લોકોએ શેયર કર્યું. એક રાષ્ટ્રવાદી ભાઈએ પોતાની દિવાલે ચોંટાડ્યું. ત્યાં કેટલાય મઠ્ઠાંધીશોનો મેળો યોજાયો. એ બેવકુફોંએ મને ક્યારેય વાંચ્યો નહીં હોય ઢંગથી. રત્તીભર પણ સમજ્યો નહીં હોય મને, પણ એટલાં દાવાની સાથે મને વામપંથી કહી રહ્યાં હતાં, કે એમને "ક્યુટ" જેવું કહી દેવાનું પણ મન થઈ ગયું હતું. એક તો મહાપ્રભુ "JNU" માં મારૂં ભણતર હોવાનો દાવો કરીને બધો દોષ બિચારી "જાનું" પર થોપી દીધો હતો. હું એકદમ હૈરાન હતો કે અરે ઠીક છે, બેચલર ઓફ હિસ્ટ્રી માટે ચુંટાણો હતો પણ ભણ્યો ક્યારે...??? એક પ્રિયબંધું (નામ નથી ઉલ્લેખતો.) , એ એની વોલ નો "વાકયો" (બનાવ) છે. ચંદ રોજ પહેલાં પણ આ જ રીતનો મામલો હતો. ત્યાંનાં SS (સ્ક્રીન શોટ.) મોકલ્યા હતાં કેટલાક મિત્રોએ. એક મિત્રે ટીપ્પણી કરી હતી કે હું નક્સલી છું, અને જાન બચાવવા માટે આમ તેમ રખડતો રહું છું. લગભગ વર્ષ ભર પહેલાં આવા જ એક મામલામાં કોઈએ દાવો કર્યો હતો, કે કોલેજ-સ્ટડી વગેરે કંઈ કરતો નથી, ફેસબુક પ્રોફાઈલમાં સાચ્ચું-ખોટું લખી નાખ્યું છે. અહીં પણ એજ આંધળા અને હાથી વાળો મામલો હતો...!!!
હવે આવું છું ચરિત્રહીન વિમર્શ પર. જેમણે લખ્યું હતું એના પર અથવા તો એમ કહીએ કે જ્યાંથી વિમર્શને હવા લાગી, એને કેટલા લોકો ઢંગથી વાંચી શકે છે...??? વાંચવાનો અર્થ રીડીંગ દેવાનું નથી હોતું, એ સ્પષ્ટ રહે તો સારૂં છે. એક ભાઈએ ઈનબોક્ષમાં મોકલી હતી એ પોસ્ટ. કંપનીએ કામ કરતાં ટુકડાંઓમાં વાંચી હતી પછી ત્યારે. મેં એમજ કહ્યું હતું કે ભાઈએ લખ્યું છે તો આની પહેલાંની કેટલીક પોસ્ટ વાંચવી પડશે. વગર આ કર્યે સમજવાની કોશિશ અપર્યાપ્ત હશે. મને ખબર હતી કે હું સાચ્ચો છું. ખુબ દુરદ્રષ્ટા હોવાનો દાવો તો નથી પરંતુ એ જરૂર છે કે આંખો એકદમ સજાગ રાખી છે. અહીં પણ ઠીક આંધળા અને હાથી વાળો મામલો થયો...!!!
બાકી,
એક બાળકનો જબ્બર આદેશ હતો, કે હું ક્યારેક "કેવી રીતે લખવામાં આવે" એના પર લખું. તો સાંભળ વત્સ, આ બહું જટીલ વિષય છે, અને હું કોઈ લેખક-વેખક નથી. બાવજુદ આદતાનુસાર ભર ક્ષમતા મદદ કરીશ જ.
સૌથી પહેલાં તો એ નક્કી કરો, કે તમે લખી કોના માટે રહ્યાં છો. પાઠક વર્ગ નક્કી કરી લેવો જરૂરી છે. મસલન એ કે પરિક્ષામાં લખી રહ્યાં છો તો પાઠક તમારો નક્કી છે, વીક્ષક જ હશે. છાપામાં લખી રહ્યાં છો તો દાયરો વિસ્તૃત હશે. ફેસબુક પર લખી રહ્યાં છો તો દાયરો બનાવવો પડશે...!!!
(ખૈર...!!! અધિક લોડ ન લેતાં-લેતાં બસ એટલું જાણો કે, પહેલાં પાઠક અને એની પાચન ક્ષમતા માપી લેવી. શેષ જ્ઞાન આપું છું ક્યારેક ફુર્સત થી...!!!)
#જમાલોક્તી.... માં પૈલાત્મક કારવાઈ...!!!