હજુ તો થાકી ને હું કોલેજે થી પાછો આવ્યો ને સોફા પર બેઠો ત્યાં જ જમ્યા વગર ની આંખો આરામ માણવા થઈ ગઈ ને હું સુઈ ગયો..
ને માંડ માંડ નીંદર એના રસ્તે ચાલી રહી હતી ને અચાનક જ આખા શરીરે આયર્લેન્ડ મા હોઉં એવી ઠંડી ની અનુભૂતિ થઈ. વીજળી વેગે હું ઉઠ્યો ને તરત જ બોલ્યો... આ કોણે આદરી છે..??
સામે ઉભેલી ચકી(મારી ભાણી) એ જવાબ આપ્યો કે પોન્ટી મામા મે તમારી ઉપર મારી વોટરબેગ ઢોળી છે..
બસ આટલું સાંભળીને બેય હસતાં હસતાં એક બીજાની સાથે મસ્તી કરતા હતા..
અને એ વેળાએ ગુરુકુળમાં ભણતી વખતે ની "એ પાણીની બોટલ આજ વળી પાછી યાદ આવી ગઈ"
હું રાજકોટ ગુરુકુળમાં ભણ્યો છું.. જેનો મને ખૂબ જ ગર્વ છે. અને આમેય કોઈ પણ વ્યક્તિને એની શાળા પર ગર્વ હોવો જ જોઈએ.. નયતર એ કદાચ સાચો વિદ્યાર્થી મારી નજરમાં નથી.
બહરહાલ..!! મૂળ મુદ્દે આવું...
આઠમાં ધોરણે ભણતો ત્યારે અમારું સામાજિક વિજ્ઞાાન એક સર લેતાં.. (એ સર અહિયાં ફેસબુક પર પણ છે. પણ હું એમનું નામ નહીં લખું કે પછી એને ટેગીશ પણ નહીં. હા કદાચ એ આ પોસ્ટ વાંચશે તો આ પોસ્ટ પર આવશે જરૂર. અને જરૂર લાગે તો હું એમને કોમેન્ટ માં મેન્શન કરીશ) 'એ સરે નવમાં માં અને દસમાં મા પણ અમારું સામાજિક વિજ્ઞાાન લીધું હતું.
હવે થતું એવું કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી સવારે સાડા પાંચ વાગે ઉઠી જતાં.. પણ હું તો રાજકોટમાં જ રહેતો એટલે ઉઠવાની બાબતે ઉપાદી ઓછી હતી.. થાય એવું કે શિયાળામાં સવારે સાડા પાંચ વાગે ઉઠ્યો હોય અને બધા કામ પતાવી ને સાડા સાત વાગ્યે સ્કુલમાં હાજર રહેતો વિદ્યાર્થી બીજો પીરીયડ આવતાં આવતાં સુઈ જતો. મારી ત્રણેય ધોરણે સીટ એક જ રહી. ક્લાસ ભલે બદલાયા પણ હું પેલા પાર્ટ ની છેલ્લે થી ત્રીજી બેંચ મા બારી ની બાજુમાં જ બેસતો.
હવે અમારા એ સામાજિક વિજ્ઞાાન ના સર ની એક ખાસિયત હતી કે એ શિયાળામાં મારતાં ઓછું ને માણતાં વધારે.. હવે એમનો પીરીયડ ત્રીજા સ્થાને આવે ને ત્યાં તો સુવા વાળા વિદ્યાર્થી અડધી નીંદરે પોંચી પણ ગયા હોય. ત્યારે હજુ માંડ સવારનાં નવ વાગ્યા હોય એટલે ઠંડી પણ જબરદસ્ત હોય. એટલે એ સર જે સુઈ ગયો હોય એને મારે ઓછો. પણ જે સુતેલા ની બાજુમાં બેઠો હોય એની પાણી ની બોટલ લઈને સુતેલા વિદ્યાર્થી ના બુટમાં આખે આખી ઠાલવી દેતાં. કે'તો સ્વેટર ઉચું કરીને કોલર ની પાછલી સાઈડે ધીમી ધારે બોટલ ઠાલવી દેતાં. અને અધૂરાં માં પુરૂં કે પાણીની બોટલ ઠલવાયા બાદ સ્વેટર પણ નહીં પહેરવાનું.
હવે તમે વિચારો કે એક તો એવો જબરજસ્ત શિયાળો ને એમાંય આપણી હાલત આવી હોય તો શું થયું હોય... ઠંડી ના એક તો ઠુંઠવાતા હોય અને માથે જતાં આ પાણીની બોટલ... તમને વિચારતાં જ હસવું આવતું હશે ને અમે ત્યારે એમ વિચારતાં કે સાલો ઠંડી મા ખાધેલો માર કવે એનાં કરતાં આ પાણીની બોટલ સસ્તી છે.
પણ અમુક વખતે તો અમારા એ સર પણ મૂંઝાઈ જતાં. હવે થયું એવું કે અમે દસમાં ધોરણે હતાં ને પેલી બેંચે બેસતો "નાનું" એની છેલ્લા બે વર્ષની એ સર ના જ પીરીયડ મા સુઈ જવાની એ આદત ત્રીજા વર્ષે પણ છોડી ન'તો શક્યો. હવે જાન્યુઆરી મહિનામાં એક દિવસે સરના પીરીયડ માં એ પાછો સુઈ ગયો.. સરે પાણી નું કર્મ પતાવ્યું ને બોલ્યા કે "કરમટાં"..!! (એની અટક. ગુરુકુળમાં વિદ્યાર્થી ને નામથી ઓછું ને અટકથી જ બોલાવવામાં આવે છે. આજે પણ). તું પણ ખરો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં હું પાણી રેળી રેળી ને આજ થાકી ગયો ને તોયે પણ તારી આદત ના છુટી એ ના જ છુટી. અને આખોય ક્લાસ હસી પડ્યા... સર પોતે પણ..
એવું નથી કે આ સુવાના મામલે "કરમટાં" એક જ પ્રખ્યાત હતો. એ શ્રેણી મા હું પણ જોડે જ હતો.. 😂
મને આજેય એ દિવસો યાદ છે. અને હું આવા સંસ્મરણો ને લીધે વધારે ખુશ થઈ જાવ છું. હકીકતમાં કહું તો એ ત્યારે ના ગમતું કે કોઈ આપણા પર એવી ઠંડી મા પાણીની બોટલ ઊધીં વાળી દે. પરંતુ આજ એમ થાય કે એ સર નો ત્રીજો પીરીયડ આજ પાછો આવે ને હું જાણી જોઈને સુઈ જાવ.. અને સર પાછી એ પાણીની બોટલ મારા સ્વેટર મા ઠાલવી દે...
ખૈર..!!
એ દિવસો ને હવે ખાલી આમ યાદ કરીને જ માણું છું. 😊
તો ચકી ની આ મસ્તી એ મને "અે પાણીની બોટલ આજ વળી પાછી યાદ કરાવી દીધી" ને આ એક સ્કુલમાં ભણતા સમય ની યાદ આમ લખીને આપ ફેસબુક મિત્રો સાથે શેયર કરી.. પણ હા એ સર મારા જીવનમાં એક શ્રેષ્ઠ સર ની શ્રેણી મા આજે પણ છે.અને આજીવન રહેશે પણ... 😊
જે સ્કુલ સમયે આપણને ના ગમતું એ આજે સ્કુલ છોડ્યા ને છ વર્ષે ખાલી યાદ કરતાં જ ખુશી ના આંસુ છલકાઈ જાય છે.
હું કેટલાંક ગુરુકુળ વખતે ના મારા મિત્રોને ને ટેગું છું. કદાચ એને પણ કોઈ યાદ આ વાંચીને તાજી થઈ જાય..
#ગુરુકુળ_ની_અનમોલ_યાદો_માંથી .. 😊
- રાજ વસાણી (વીથ મોરી ચા) 😉 😊